અમદાવાદઃ તેના ગ્રાહકોને સતત કંઈક નવીન યોજના આપવા પર ધ્યાન કેન્દ્રીત કરવા સાથે એડલવીસ ગ્રૂપ અને ટોકિયો મરીને હોલ્ડિંગ્સ વચ્ચેના સંયુક્ત સાહસ એડલવીસ ટોકિયો લાઈફ ઈન્સ્યોરન્સે ઉદ્યોગમાં સૌપ્રથમ વખત ઓફર સાથે એક ટર્મ પ્લાન ઝિંદગી પ્લસ રજૂ કર્યો છે. આ એક વ્યાપક સંરક્ષણ ઉકેલ છે, જે તમારી બદલાતી જરૂરીયાતો અને જવાબદારીઓ સાથે બદલાય છે.
ગ્રાહકોની આંતરદૃષ્ટિ દ્વારા સંચાલિત આ પ્રોડક્ટ એવી રીતે ડિઝાઈન કરવામાં આવી છે કે ગ્રાહકો તેમની બધી જ વર્તમાન, ઊભરતી અને અજાણી જરૂરિયાતોની સંભાળ રાખી શકે છે. ઓનલાઈન અને ઓફલાઈન ગ્રાહકો માટે ઉપલબ્ધ ઝિંદગી પ્લસ વેલ્યૂ અને નવિનતાનું અસાધારણ સંયોજન ઓફર કેર છે.
આ પ્રોડક્ટના લોન્ચિંગ અંગે ટીપ્પણી કરતાં એડલવીસ ટોકિયો લાઈફ ઈન્સ્યોરન્સના એમડી અને સીઈઓ સુમિત રાયે જણાવ્યું હતું કે, ‘ઝિંદગી પ્લસ મારફત અમે ટર્મ ઈન્સ્યોરન્સની માન્યતા બદલી નાંખવા માગીએ છીએ અને એક એવો સમાવેશક ઉકેલ પૂરો પાડવા માગીએ છીએ, જે પરીવારમાં મુખ્ય આજિવિકા રળનારની ગેરહાજરીમાં પણ સુસંગત હોય. અમે એક એવો ઉકેલ તૈયાર કર્યો છે, જે અમારા ગ્રાહકોને તેમના પર નિર્ભર લોકોને એક સુરક્ષા જાળ પૂરી પાડવા સક્ષમ બનાવીશું અને વધારામાં તેમના પતિ/પત્ની (સ્પાઉસ)ને પણ સલામતી આપીશું.’
ઝિંદગી પ્લસ બે નવીન ઓફર્સ લાવી છે – બેટરહાફ બેનિફિટ અને ડિક્રિસિંગ સમ એશ્યોર્ડ.
બેટર હાફ બેનિફિટ પોલિસીધારકના મૃત્યુના સંજોગોમાં પતિ/પત્ની (સ્પાઉસ)ને વધારાનું જીવન કવચ પૂરું પાડે છે અને તે પણ કોઈ ભાવી પ્રીમિયમ ચૂકવણીની જરૂરિયાત વિના. આ સુવિધાનો આશય પોલિસી ધારકની ગેરહાજરીમાં પરીવાર નાણાકીય રીતે જેના પર નિર્ભર હોય તે વ્યક્તિને યોગ્ય સમયે જીવન કવચ પૂરું પાડવાનો છે. આ ફિચર ખાસ કરીને કામ ન કરતાં હોય તેવા પતિ/પત્ની (સ્પાઉસ) માટે છે, જે ટર્મ ઈન્સ્યોરન્સ અપનાવતા નથી.
અન્ય એક ખૂબ જ સારું ફિચર છે ડિક્રિસિંગ સમ એશ્યોર્ડ, જેમાં પોલિસીધારક 60 વર્ષની વય સુધી પહોંચે નહીં ત્યાં સુધી બેઝ સમ એશ્યોર્ડ સમાન રહે છે અને ત્યાર બાદ તેમાં 50 ટકાનો ઘટાડો થાય છે. આ વિકલ્પ હેઠળ ચુકવવાપાત્ર પ્રીમિયમ લેવલ સમ એશ્યોર્ડ કરતાં ઓછું છે, જેમાં બેઝ સમ એશ્યોર્ડ સમગ્ર પોલિસી મુદત દરમિયાન સતત એક સમાન રહે છે.
રાયે ઉમેર્યું હતું કે, ‘ડિક્રિસિંગ સમ એશ્યોર્ડ વ્યક્તિની તેના જીવન દરમિયાન આવક, સંપત્તિ અને વપરાશની જરૂરિયાતોની પેટર્નનું પ્રતિબિંબ પાડે છે. તમે 60 વર્ષની નિવૃત્તિની વયમર્યાદા વટાવો એટલે તમારી નાણાકીય જરૂરિયાતો અને જવાબદારીઓ ઘટી જાય છે.’
પ્લાનમાં સમાવિષ્ટ અન્ય મહત્વના લાભઃ
- ટોપ અપ લાભ – સમ એશ્યોર્ડમાં વાર્ષિક વધારો પ્રથમ પોલિસી રીન્યુઅલથી શરૂ.
- જીવન તબક્કામાં લાભ – જીવન તબક્કાના આધારે મેળવેલ વીમાની રકમમાં વધારો. ઉદાહરણ તરીકે, લગ્ન, તમારા બાળકોનો જન્મ, અથવા હોમ લોન.
- 60 વર્ષની વય સુધી જ ચૂકવો – એક વિકલ્પ, જે પોલિસીધારકને 60 વર્ષની નિવૃત્તિ વય સુધી જ પ્રીમિયમ ચૂકવવાની સુવિધા આપે છે.
- પ્રીમિયમની માફીનો લાભ – ચોક્કસ ગંભીર બીમારીના નિદાન પર, ભાવિ બધા જ પ્રીમિયમ ચૂકવવામાંથી માફીનો લાભ આપવામાં આવે છે.
- મૃત્યુનો લાભ – પોલિસીધારકના મૃત્યુના સંજોગોમાં તેમના પર નિર્ભર પરીવારને ત્રણ વિકલ્પોમાં સમ એશ્યોર્ડ ચૂકવવામાં આવે છે – ઉચ્ચક અથવા માસિક આવક અથવા બંનેના સંયોજનરૂપ.
- રાઈડર્સ – અકસ્માતમાં મૃત્યુ, કાયમી વિકલાંગતા, ગંભીર બીમારી અને હોસ્પિટલાઈઝેશનના કિસ્સામાં વધારાનું સંરક્ષણ ઉપલબ્ધ છે.