એફડી પર વ્યાજદરનું ચિત્ર
નવીદિલ્હી: દેશની સૌથી મોટી બેંક એસબીઆઈએ આજે ચોક્કસ અવધિ માટે ફિક્સ્ડ ડિપોઝિટ અથવા તો જમા રકમ ઉપર વ્યાજદરોમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. વ્યાજદરો પાંચથી ૧૦ બેઝિક પોઇન્ટ અથવા તો ૦.૦૫ ટકાથી ૦.૧ ટકા સુધી વધારવામાં આવ્યા છે. નવા દરો ૩૦મી જુલાઈ એટલે કે તરત જ અમલી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કેટલી અવધિ માટે એફડી ઉપર હાલના અને નવા વ્યાજદર તથા સિનિયર સિટિઝનો માટે હાલના અને નવા વ્યાજદર નીચે મુજબ છે.
અવધિ |
હાલના દર | નવા દર | સિનિયર સિટિઝન હાલના વ્યાજદર |
સિનિયર સિટિઝન નવા વ્યાજદર |
૭-૪૫ દિવસ | ૫.૭૫ | ૫.૭૫ | ૬.૨૫ | ૬.૨૫ |
૪૬-૧૭૯ દિવસ | ૬.૨૫ | ૬.૨૫ | ૬.૭૫ | ૬.૭૫ |
૧૮૦-૨૧૦ દિવસ | ૬.૩૫ | ૬.૩૫ | ૬.૮૫ | ૬.૮૫ |
૨૧૧ દિનથી ૧ વર્ષથી ઓછુ | ૬.૪૦ | ૬.૪૦ | ૬.૯૦ | ૬.૯૦ |
૧ વર્ષથી લઇ બે વર્ષથી ઓછું | ૬.૬૫ | ૬.૭૦ | ૭.૧૫ | ૭.૨૦ |
બે વર્ષથી લઇ ત્રણ વર્ષથી ઓછું | ૬.૬૫ | ૬.૭૫ | ૭.૧૫ | ૭.૨૫ |
૩ વર્ષથી લઇ પાંચ વર્ષથી ઓછું | ૬.૭૦ | ૬.૮૦ | ૭.૨૦ | ૭.૩૦ |
૫ વર્ષ અને ૧૦ વર્ષથી વધુ | ૬.૭૫ | ૬.૮૫ | ૭.૨૫ | ૭.૩૫ |