મિત્રો આપણે કમ્બોડિયા તો પહોંચી ગયા તો ચાલો ફરવાનું શરુ કરીએ. સ્વાભાવિક રીતે આપણે તેના વિખ્યાત ઐતિહાસિક શહેર ANGKOR ના આંતરરાષ્ટ્રીય હવાઈ મથકે ઉતરીશું અને આ સ્થળ એટલેકે કમ્બોડિયાના ઈતિહાસનો ખજાનો. ANGKORએ 9મી થી 14મી સદી સુધી ખેમર રાજાશાહીનું પાટનગર રહ્યું છે.
જોકે હાલમાં ત્યાનું પાટનગર PHNOM PENH છે. ANGKOR એ દક્ષિણ પૂર્વીય એશિયાનું સૌથી સમૃદ્ધ અને મહત્વનું પુરાતત્વ સ્થળ રહેલું છે. હજારો મંદિરોના ખંડેરો તમને ઠેર ઠેર જોવા મળે છે. કમ્બોડીયાનું સૌથી ઝડપથી વિકસતું શહેર ‘SIEM REAP’ જે ANGKORWAT નું પ્રવેશ દ્વાર. ANGKOR WAT TEMPLE ત્યાનું સૌથી પ્રખ્યાત સ્થાન છે અહીંનો સૂર્યોદય અપ્રતિમ છે. ત્રીસ વર્ષની જહેમત ને અંતે આ સ્થાન 1100 માં રાજા સુર્યવારમાન 2nd ના સમય માં બંધાયેલું. રાજાના મૃત્યુ બાદ તે લગભગ લુપ્ત થઇ ગયેલું, પણ 1800માં ફ્રાંસના તાબામાં આવ્યા બાદ જંગલની મધ્ય માંથી ફ્રેંચ લોકોએ શોધી કાઢ્યું. અદભુત સ્થાપત્ય. પણ વાંદરાઓથી સાવધાન તમારા હાથમાંથી વસ્તુઓ ખેચીને લઈ જાય છે. જે પણ હોય આખો પ્રદેશ પ્રવાસીઓને ખેમર વંશના ભવ્ય ઇતિહાસની ઝાંખી કરાવે છે. માત્ર એટલુ જ નહિ લગભગ 400 ચો.કી.મી. માં ફેલાયેલ આ પુરાતત્વ સ્થાનને UNESCO એ હેરીટેજ સાઈટ તરીકે જાહેર કરી છે.
આ સિવાય પણ ‘SIME REAP’ માં અનેક જગ્યાઓ જોવા લાયક છે. જેમકે ‘ANGKOR THOM’ અહીના લોકો તેને ‘અંકલ ટોમ’ ના નામે ઓળખે છે. ANGKOR નેશનલ મ્યુઝીયમ ANGKORIAN માહિતીનો ભંડાર અને
ખુબ સમૃદ્ધ છે.
થોડી સાહસિક પ્રવુતિ કરવી હોય તો શહેરની બહાર એક કલાકના અંતરે ગીચ જંગલમાં આવેલ 12મી સદીનું BENG MEALEA મંદિર. અનેક વિવિધતામાની એક અને થોડા કૌતુક વાળું સ્થળ એટલે ત્યાનું તરતું ગામડું. એક સરસ મજાની બોટ ટુર કરીને આ જગ્યા જોઈ શકો. થાકીને આવ્યા તો પબ સ્ટ્રીટમાં પાર્ટી ટાઈમ !!! અને બીજી સવારે સાઈકલ લઈને નીકળી પડો આજુબાજુના કુદરતી સૌન્દર્યને માણવા, અરે QUAD BIKING ઉપર ફરવાની પણ ખુબ મજા આવશે. સાઈકલ અને QUAD BIKE બંને નજીવી કીમતે ભાડે મળી શકે છે. કેસરી ધૂળિયા રસ્તા ઉપર ઉછળતા કુદતા આ સવારીનો આનંદ લેવા જેવો છે. અહીંથી વિદાય લેતા પહેલા ANGKOR ની રાત્રી બજારમાં તો જવુ જ પડે. Khmer આર્ટ વર્કથી ઉભરાતું બજાર, કમ્બોડિયાની યાદગીરી રૂપે કૈક ખરીદી શકો. સ્થાનિક વાનગીઓની મઘમઘતી સોડમ મોઢામાં પાણી લાવી દે છે. શરત એક કે તમે માંસાહારી વાનગીના શોખીન હો. ત્યાં નાના નાના સ્ટોલ માં ખુલ્લામાં ટેબલ નાખીને બેઠક વ્યવાસ્થા બનાવેલી હોય છે. આખા દિવસની દોડધામથી થાકેલાઓ માટે સુર્યાસ્ત પછી અહી 30 મિનીટનો મસાજ માત્ર 3$ માં કરી આપવામાં આવે છે. ત્યાર બાદ હોટલ પર આવી નાહી-ધોઈ ફ્રેશ થઈને પાછા ડીનર માટે તૈયાર થઇ જાઓ.
આ ઉપરાંત Prek Toal Bird Sanctuary, landmine Museumand School, વગેરે કેટલીક રસપ્રદ જગ્યાઓ પણ આવેલી છે. ફરતા રહો ને જોતા રહો. ચાલો આવતા અંકમાં કમ્બોડીયાના અન્ય પ્રવાસન સ્થાનોની વાત કરીશું. હાલતો આપણે Siem Reap ની વિદાય લઈશું. ત્યાં સુધી વિરામ.
- નિસ્પૃહા દેસાઈ