અમદાવાદઃ દુનિયાથી સંઘર્ષ દુર કાઢવા અને માનવતાપૂર્ણ સમાજનું નિર્માણ કરવા માટે ૨૬ જુલાઇએ એક સિમ્પોસિયમમાં મહાનુભાવોએ એસજીઆઇ પ્રમુખ દાસાકુ ઇકેડાની ૨૦૧૮ની શાંતિ દરખાસ્ત “માનવ અધિકારના યુગ તરફઃ લોક અદાલતનું નિર્માણ” પર ચર્ચા કરી. જે.બી. ઓડિટોરિયમ, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન ખાતે યોજા.લી આ દરખાસ્તના મુખ્ય મુદ્દાઓ પર વિખ્યાત પ્રવક્તાઓ, પ્રોઇરોલ ડીસોઝા- આઈઆઈએમ અમદાવાદના ડિરેક્ટર, ભૂષણ પનાની – એક્ઝેક્યુટિવ સેક્રેટરી, બ્લાઇન્ડ પીપલ્સ એસોસિયેશન અને ડો. પ્રીતિ શ્રોફ – ડીન માઇકા – સ્કૂલ ઓફ આઇડિયાઝ પર્યાવરણ શિશ્રણ કેન્દ્રના સ્થાપક અને નિયામક કાર્તિકે સારાભાઇ દ્વારા મહત્વપૂર્ણ સંબોધમ આપવામાં આવ્યું હતુ.
સારાભાઇએ શાંતિની દરખાસ્તનો સાર બતાવાતા કહ્યું કે, “વૈશ્વિક શાંતિ દરેક વ્યક્તિથી શરુ થાય છે.”
પ્રો. ડી’સોઝા માને છે કે વર્તમાન શાંતિ પ્રસ્તાવ, “માનવ અધિકારોની ચર્ચા માટે એક મહત્વપૂર્ણ માળખું પૂરું પાડે છે. અમાનુષીકરણ, અધઃપતન, અથવા અપમાનનું કોઈ પણ કાર્ય, તે માનવ અધિકારોને જાળવી રાખવાનું બળ પૂરું પાડે છે.” તેઓ શાંતિ દરખાસ્તમાં કહ્યા પ્રમાણે લોક આંદોલન પર મહત્વનો ભાર મૂકે છે. લોક આંદોલન આનંદ અને સુખાકારી ફેલાવી દરેકના જીવનને સમૃદ્ધ બનાવે છે.
ડૉ. પુણાની માને છે કે, “આ દરખાસ્ત એ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે અને ચોક્કસપણે સમાજના ઘણા વિભાગોની સમસ્યાને આવરી લે છે.”
ડો પ્રીતી શ્ર્રોફ માને છે કે “પ્રેસિડેન્ટ ઇકેડાએ વિશ્વ અને ભારતને, સમસ્યાને હૃદય પૂર્વક સમજવા અને એકબીજાની સાથે શાંતિ અને સંવાદિતા રાખીને આગળ વધવા એક નવી દ્રષ્ટિ અને જુસ્સા આપ્યો છે. તેઓ સૂચવે છે કે શાંતિનો માર્ગ એકબીજાની સંસ્કૃતિને આદર અને સન્માન આપવામાં રહેલો છે. આજે, જ્યારે હિંસાના ઘણા સ્વરૂપો છે ત્યારે તે યાદ અપાવે છે કે શાંતિ નો એક અવાજ હિંસાની હજાર વાતો કરતા મજબૂત છે.
૨૦૧૮ના શાંતિ પ્રસ્તાવ પર ધ્યાન કેન્દ્રિત કરતા, ભારત સોકા ગકકાઈના અધ્યક્ષે જણાવ્યું હતું, “જયારે એક વ્યક્તિ બીજી વ્યક્તિને દુ: ખી જાણી, તેમના પ્રત્યે સહાનુભૂતિ રાખી અને તેઓ ખુશ રહે તે માટે પગલાં લે. આ વાતની સમજણ જ શાંતિ માટેના ચળવળની પહેલ બની દુનિયાના લોકોને એકઠા કરશે.”
તેમની દરખાસ્તમાં, ઈકેદાએ “બાળક એ બાળક છે” એ શીર્ષક ધરાવતી યુનિસેફની રિપોર્ટ પર ભાર મૂકે છે કે બાળકનું ગૌરવ અને અધિકારો સમાન રીતે સુરક્ષિત હોવા જોઈએ, પછી ભલે તે શરણાર્થી હોય કે લઘુમતીઓ હોય. જ્યારે ટેકનોલોજી અને આંતરમાળખાકીય સુવિધાએ લોકો ને નજીક લાવ્યા છે ત્યારે, ઈકેદા કહે છે કે માનવ સમાજમાં વિભાજન વધતા જે સીમાઓ આવી છે તેને, એક અલગ સંસ્કૃતિ જેમાં સમુદાયો અને લોકો એકબીજાની સમૃદ્ધિમાં ભાગીદાર બને એવી સંસ્કૃતિથી જોડી શકાય છે.
તેમને એક સમાવિષ્ટ સમાજના નિર્માણ માટે મહિલા સશક્તિકરણને મહત્વ આપવાની વાત કરી છે જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટના લક્ષ્યો હાંસલ કરવાની ચાવી તો છે જ પણ સાથે વિવાદોના શાંતિપૂર્ણ ઉકેલ માટે તથા આપદા પ્રબંધનમાટે પણ જરૂરી છે.
ઈકેદા કહે છે, ” મહિલા સશક્તિકરણ એક વૈકલ્પિક એજન્ડા નથી, પરંતુ હાલના સમયમાં તે ઘણા લોકો ની જરૂરિયાત છે.”
તેમણે વૃદ્ધોનાં અધિકારોનું રક્ષણ કરવા ઉપરાંત, પર્યાવરણને ઉત્તેજન આપવા વિનંતી કરી છે અને વૃદ્ધોને “આધ્યાત્મિક આધારનો અફરનીય સ્ત્રોત” તરીકે જોવાનું કીધું છે આવા સબંધોનું મહત્ત્વ ગંભીર બીમારી અથવા અન્ય લોકો પરની અવલંબનથી પણ બદલાતું નથી. તમારી હાજરીથી આનંદ અને સુખ મેળવે તેવા લોકો દ્વારા ઘેરાયેલુ હોવું તે પણ એક ગૌરવની વાત છે. પ્રમુખ ઈકેદા કહે છે કે આવા જાગૃત પ્રયત્નોથી આપણી આસપાસ રહેતા લોકોની કાળજી લેતા તેની છાંટ આપણા જીવનમાં પણ જોવા મળે છે.
તેઓ આગળ કહે છે કે નવા વૈશ્વિક સમાજનું સર્જન જ્યાં બધા શાંતિ અને ગૌરવમાં જીવી શકે તેનો કરવાનો પડકાર આપણી પહોંચની બહાર નથી. અને મારી માન્યતા એ છે કે સામાન્ય લોકોની એકતા તેની અનુભૂતિ માટે બળ પૂરું પાડશે. તેઓ ઉમેરે છે કે માત્ર આવા હ્યુમનિસ્ટિક અભિગમ સાથે પરમાણુ હથિયારોની ભયાનકતાથી જગત દૂર રહેવા માટે સમર્થ હશે અને દરેકના કલ્યાણને ધ્યાનમાં રાખીને સસ્ટેનેબલ ડેવલપમેન્ટના લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરી શકીશું.
દર વર્ષે પ્રમુખ ઈકેદા શાંતિની દરખાસ્ત રજૂ કરે છે જે શાંતિ માટેના અવરોધોનું નિદાન કરતાં એવા ઉકેલો પૂરા પાડે છે જે વ્યૂહાત્મક પરિવર્તન કરી અને અન્ય મૂળભૂત સૂચનોનો સમાવેશ કરે છે. દરખાસ્તનું મહત્વ હંમેશા માનવતા, લોકો-થી-લોકોનો સંપર્ક અને એકમેક પ્રત્યે ઊંડી સંભાળ રાખે છે તે હોય છે. આ એક આધ્યાત્મિક દસ્તાવેજ નથી પરંતુ એવો દસ્તાવેજ છે કે જે મૂળભૂત સ્તર પર સમસ્યાઓનું નિદાન કરી વ્યાવહારિક ઉકેલો આપે છે.