અમદાવાદ: વિસનગર કોર્ટ દ્વારા આપવામાં આવેલ ચુકાદાના સંદર્ભમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, હિંસાત્મક ઘટનાની ફરીયાદ અંગેનાં કોર્ટનાં નિર્ણયને રાજકીય રીતે મૂલવવાં ન જોઈએ. કોર્ટ સંપૂર્ણ સ્વતંત્ર હોય છે. બધાએ ન્યાયપાલિકામાં વિશ્વાસ રાખવાનો હોય છે. જે લોકોને ચુકાદો સ્વીકાર્ય ન હોય તે ઉપલી કોર્ટમાં જઈ શકે છે.
માત્ર રાજકીય બદઈરાદાથી સમાજને સંપૂર્ણ ગેરમાર્ગે દોરીને ગુજરાતમાં હિંસા, અશાંતિ અને વેરઝેર ફેલાવવાનો પ્રયાસ કોઈએ પણ ન કરવો જોઈએ. ગુજરાતની જનતા અહિંસા, એકતા, પ્રેમ અને શાંતિમાં માને છે અને ગુજરાતની આ ઓળખને નુકસાન ન થાય તે જોવાની દરેકની ફરજ છે.જે લોકો તમામ પ્રકારના અપપ્રચાર અને અરાજકતાના પ્રયાસો કરતાં હોય તેમને ગુજરાતનાં હીતમાં તે પ્રયાસો છોડી દેવા માટે હું નમ્ર અપીલ કરૂં છું.