દાહોદઃ ભારત સરકાર દ્રારા સ્માર્ટ સીટી મિશન અંતર્ગત દાહોદને ૨૩ જુન, ૨૦૧૭ના રોજ સ્માર્ટ સીટી તરીકે ત્રીજા તબકકામાં જાહેર કરવામાં આવ્યુ છે. દાહોદ શહેરને સ્માર્ટ સીટી બનાવવા માટે ભારત સરકાર દ્રારા મંજુર કરવામાં આવેલ જુદા જુદા પ્રોજેકટ ટુંક સમયમાં જ જિલ્લા વહીવટી તંત્ર દ્રારા હાથ ધરવામાં આવશે. જેની વિસ્તૃત જાણકારી માટે સ્માર્ટ સીટી ચેરપર્સન અને જિલ્લા કલેકટર વિજય ખરાડીના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદનના સરદાર સભાખંડ ખાતે પત્રકાર પરિષદ યોજાઇ હતી.
બેઠકને સંબોધતાં અધ્યક્ષસ્થાનેથી જિલ્લા કલેકટર વિજય ખરાડીએ જણાવ્યું હતું કે સ્માર્ટ સીટી પ્રોજેકટનું અમલીકરણ SPV (સ્પેશિયલ પર્પઝ વ્હિકલ) દ્રારા કરવામાં આવે છે. સરકારશ્રીની સુચના મુજબ SPV કમિટીની રચના કરવામાં આવી છે. જેની સમયાંતરે બેઠકો યોજાઇ ગઇ છે. જેમાં સમીક્ષા થયા મુજબ પ્રથમ તબકકે એરીયા ડેવલોપમેન્ટ અંતર્ગત શહેરમાં ત્રણ સ્માર્ટ પ્રવેશ રસ્તા અને સાઇનેઝબોર્ડ, ICCc (ઇન્ટ્રી ગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલર સેન્ટર) બિલ્ડીંગ ઉંભુ કરવામાં આવશે. જેમાં સીટી સ્માર્ટ પોલ્સ અને સ્માર્ટ કમ્પોનન્ટસ, સીટી વાઇફાઇ, ડિજીટલ ડિસ્પ્લે બોર્ડ, ઇમરજન્સી કોલ બોકસ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, સીટીટીવી, ટ્રાફિક સિગ્નલ અને ટ્રાફિક અમલીકરણ પ્રણાલિ વગેરે આવરી લેવાશે.
લોકોને શહેરમાં એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે સીટી બસ સુવિધા શરૂ કરવામાં આવશે. જેમાં પ્રથમ ૬ બસો શરૂ કરાશે. તે માટે તમામ વિસ્તારોનો સર્વે કરીને અલગ અલગ વિસ્તારોમાં બસ સ્ટોપ્સ ઉભા કરવામાં આવશે. છાબ તળાવ બ્યુટીફિકેશન પ્રોજેકટસમાં શહેરના સિનીયર સીટીઝન, બાળકો, યુવાનો વગેરેને ધ્યાનમાં રાખી જોગર્સ પાર્ક, સાયકલ ટ્રેક બનાવવામાં આવશે, બાળકો રમી શકે તેવા સાધનો, વ્યકિત શાંતિથી બેસી શકે તેવા બગીચા, તળાવમાં બોટીંગ ચાલુ કરવામાં આવશે. જેમાં સૈા પ્રથમ મોડયુલર STP નું કામ હાથ ધરવામાં આવશે.
સ્માર્ટ વેસ્ટ કલેકશન અંતર્ગત RFID ટેગ સાથે સોલિડ કચરો (સૂકો અને ભીના કચરા) માટે બે માટે બે અલગ અલગ ભાગ, જી.પી.આર.એસ. સીસ્ટમ ધરાવતા વાહનો માટે જી.પી.એસ. આધારિત VTS સિસ્ટમ અને એબીડીના પ્લાન્ટમાં કચરાનો નિકાલ કરવામાં આવશે. સ્માર્ટ સીટી ડેવલોપમેન્ટ કંપની લીમિટેડ અંતર્ગત સ્ટાફની નિમણૂક કરવાની જાહેરાત આપવામાં આવી છે. એરીયા બેસ્ડ ડેવલોપમેન્ટ માટે કુલ રૂા. ૮૩૩.૨૪ કરોડના ખર્ચે ૨૨ પ્રોજેકટસ તથા પાન સીટી હેઠળ રૂા. ૨૦૪.૭૪ કરોડના ૧૭ પ્રોજેક્ટ એમ કુલ ૧૦૩૭.૯૮ કરોડના કુલ ૩૯ પ્રોજેકટ હાથ ધરવામાં આવશે. ત્રીજી બોર્ડ મિટીંગમાં સ્માર્ટ સીટી એડવાઇઝરી કમિટી, ઓડિટ કમિટીની રચના કરવામાં આવી છે.
વધુમાં કલેક્ટર ખરાડીએ દાહોદ શહેરમાં પ્રવેશતા ૧૦૦૦ મીટરના અંતરે અને ૫૦૦ મીટરના અંતરે દાહોદ શહેરમાં સ્વાગત ની જાણકારી આપતું મોટા બોર્ડ, રખડતા ઢોર, પશુઓ માટે અધતન વિશાળ હોસ્ટેલ, રીયુસીબલ વોટર, દાહોદ બસ સ્ટેન્ડ ઉપર શ્રમિક મુસાફરો માટે નહાવા, ધોવા, શૌચાલય સાથેનો હોલના આયોજન અંગે જાણકારી આપી હતી.આ પત્રકાર પરિષદમાં નિવાસી અધિક કલેકટર આર.એમ.ખાંટ, પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડીયાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહયા હતા.