નવીદિલ્હી: વોડાફોન-આઈડિયા સેલ્યુલર મર્જર થશે કે કેમ તેને લઇને ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો છે. કારણ કે, વોડાફોન-આઈડિયા સેલ્યુલરે ૭૨ અબજ રૂપિયા રોકડ અને બેંક ગેરંટીમાં ચુકવી દીધા છે. યાની સાથે જ મર્જરને ટુંક સમયમાં જ મંજુરી મળી જશે. ફાયનાન્સિયલ દુવિધાને લઇને હવે કોઇ સમસ્યા રહી નથી ત્યારે વોડાફોન-આઈડિયા સેલ્યુલરના મર્જરને આગામી થોડાક દિવસમાં મંજુરી આપી દેવામાં આવશે. સ્પેક્ટ્રમ ચાર્જ તરીકે ૭૨ અબજ રૂપિયા રોકડ રકમ અને બેંક ગેરંટી તરીકે ચુકવી દેવામાં આવ્યા બાદ મર્જરનો માર્ગ મોકળો થયો છે. વોડાફોન અને આઇડિયા મર્જર અંગેનો ઘટનાક્રમ નીચે મુજબ છે.
- માર્ચ ૨૦૧૭માં વોડાફોન ઇન્ડિયા અને આઈડિયા સેલ્યુલરે મર્જર માટેની જાહેરાત કરી હતી
- જાન્યુઆરી ૨૦૧૮માં એનસીએલટી દ્વારા વોડાફોન ઇન્ડિયા અને આઈડિયા સેલ્યુલર વચ્ચે મર્જરને મંજુરી આપવામાં આવી હતી
- જુલાઈ ૨૦૧૭માં સીસીઆઈ દ્વારા સંયુક્ત ઓપરેશન ચલાવવા માટે બંને કંપનીઓને લીલીઝંડી આપી હતી
- ઓગસ્ટ ૨૦૧૭માં સેબી અને શેરબજાર દ્વારા મર્જરને લીલીઝંડી આપવામાં આવી હતી
- જુલાઈ ૨૦૧૮માં ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિ કોમ્યુનિકેશન દ્વારા શરતી મંજુરી આપીને ૭૨ અબજ રૂપિયાની માંગ કરવામાં આવી હતી. અંતિમ મંજુરી માટે આ ૭૨ અબજ રૂપિયાની માંગ કરવામાં આવી હતી
- મર્જર થયા બાદ વોડાફોન આઈડિયા નામથી આ કંપની કામ કરશે અને તેની રેવન્યુ માર્કેટ હિસ્સેદારી ૩૭.૪ ટકા થઇ જશે
- આઇડિયા-વોડાફોન કંપનીના ગ્રાહકોની સંખ્યા ૪૩૮ મિલિયન સુધી પહોંચી જશે