અમદાવાદ: દેશની જાણીતી એચડીએફસી એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડ હવે ૨૫મી જૂલાઇ,૨૦૧૮ના રોજ શેરદીઠ રૂ.પાંચની ફેસ વેલ્યુ ધરાવતાં કુલ ૨૫,૪૫,૭,૫૫૫ ઇક્વિટી શેરનો આઇપીઓ લઇને માર્કેટમાં આવી રહી છે. ૨૫મી જૂલાઇના રોજ આ જાહેર ભરણું ખુલશે અને ૨૭મી જૂલાઇના રોજ બંધ થશે. ઓફરના પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂ.૧૦૯૫થી રૂ.૧૧૦૦ છે. ઇક્વિટી શેરનું લિસ્ટિંગ બીએસઇ અને એનએસઇ પર થશે.
હાલ ભારત વિશ્વમાં આર્થિક ક્ષેત્રે નોંધપાત્ર હરણફાળ ભરી રહ્યું છે અને આગામી દિવસોમાં તે વધુ ઉંચાઇના શિખરો સર કરે તેવી પૂરી શકયતા છે. હાલ ભારત દેશનું અર્થતંત્ર રૂ.૧૭૫ લાખ કરોડના કદનું છે, જે દર વર્ષે ૧૧થી ૧૩ ટકા સુધી વધે છે તે જોતાં આગામી ભવિષ્યમાં મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝમાં વિકાસની વિપુલ તકો રહેલી છે એમ અત્રે એચડીએફસી એએમસી લિ.ના એમડી મિલિન્દ બર્વે અને ઇડી તેમજ સીઆઇઓ પ્રશાંત જૈને જણાવ્યું હતું.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, એચડીએફસી એએમસી લિ.ની આઇપીઓની દરખાસ્તમાં હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ૮,૫૯૨,૯૭૦ ઇક્વિટી શેર અને સ્ટાન્ડર્ડ લાઇફ ઇન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડ દ્વારા ૧૬,૮૬૪,૫૮૫ ઇક્વિટી શેર (સંયુક્તપણે પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર્સ અને આ પ્રકારની ઓફર) સુધીની વેચાણ માટેની ઓફર સામેલ છે.
ઉપરાંત, ઓફરમાં પબ્લિકને ૨૨,૧૭૭,૫૫૫ ઇક્વિટી શેરની નેટ ઓફર, એચડીએફસી એએમસીની લાયકાત ધરાવતાં કર્મચારીઓ (પરિભાષાઓ અને ટૂંકાક્ષરોમાં વ્યાખ્યાયિત કર્યા મુજબ) દ્વારા ખરીદી માટે ૩૨૦,૦૦૦ ઇક્વિટી શેરનું રિઝર્વેશન (એચડીએફસી એએમસી શેરહોલ્ડર્સ રિઝર્વેશન પોર્શન) (જે પોસ્ટ-ઓફર પેઇડ અપ ઇક્વિટી શેર કેપિટલનો ૦.૧૫ ટકા હિસ્સો ધરાવે છે), એચડીએફસી એએમસીની લાયકાત ધરાવતાં કર્મચારીઓ (એચડીએફસી એએમસી એમ્પ્લોયી રિઝર્વેશન પોર્શન”) દ્વારા ખરીદી માટે ૫૬૦,૦૦૦ ઇક્વિટી શેર (પોસ્ટ-ઓફર પેઇડ અપ ઇક્વિટી શેર કેપિટલનો ૦.૨૬ ટકા હિસ્સો ધરાવે છે) સુધીનું રિઝર્વેશન તથા એચડીએફસી એએમસીનાં લાયકાત ધરાવતાં શેરધારકો (પરિભાષાઓ અને ટૂંકાક્ષરોમાં વ્યાખ્યાયિત કર્યા મુજબ),(એચડીએફસી એએમસી શેરહોલ્ડર્સ રિઝર્વેશન પોર્શન”) દ્વારા ખરીદી માટે ૨,૪૦૦,૦૦૦ ઇક્વિટી શેર સુધીનું રિઝર્વેશન (જે પોસ્ટ-ઓફર પેઇડ અપ ઇક્વિટી શેર કેપિટનો ૧.૧૩ ટકા હિસ્સો ધરાવે છે) સામેલ છે.
કંપનીની પોસ્ટ-ઓફર પેઇડ-અપ ઇક્વિટી શેર કેપિટલમાં ઓફર અને નેટ ઓફર અનુક્રમે ૧૨.૦૧ ટકા અને ૧૦.૪૬ ટકા હિસ્સો ધરાવશે. બિડ-ઓફર ૨૭ જુલાઈ, ૨૦૧૮નાં રોજ બંધ થશે. આઇસીડીઆર નિયમનો મુજબ બીઆરએલએમ સાથે ચર્ચા કરીને કંપની અને પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર્સ એન્કર રોકાણકારોની ભાગીદારીનો વિચાર કરી શકે છે.
એન્કર ઇન્વેસ્ટર બિડિંગની તારીખ ઓફર ખુલવાની તારીખ ૨૪ જુલાઈ, ૨૦૧૮નાં એક ચાલુ દિવસ અગાઉ હશે. ઓફરની પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂ. ૧,૦૯૫થી રૂ. ૧,૧૦૦ છે. બિડ લઘુતમ ૧૩ ઇક્વિટી શેરનાં લોટમાં અને પછી ૧૩ ઇક્વિટી શેરનાં ગુણાંકમાં થઈ શકશે. ઇક્વિટી શેરનું લિસ્ટિંગ બીએસઇ અને એનએસઇ પર થશે. એચડીએફસી રિટેઇલ ઇન્વેસ્ટર્સની પ્રથમ પસંદગી કંપની બની રહી છે.
માર્ચ-૨૦૧૮ની જ વાત કરીએ તો,એસઆઇપી થ્રુ કંપની સાથે ૩૧ લાખ ગ્રાહકો જાડાયા હતા. ગત વર્ષે કંપનીએ રૂ.૭૨૧ કરોડથી વધુનો નફો કર્યો હતો, એટલે કે, કંપનીના નફામાં ૩૧ ટકા સુધીનો વધારો નોંધાયો હતો. આ પ્રસંગે કંપનીના ચીફ ફાયનાન્સીયલ ઓફિસર પિયુષ સુરાના, સિનિ.વાઇસ પ્રેસીડેન્ટ સિમલ કનુગા સહિતના મહાનુભાવો ઉપÂસ્થત રહ્યા હતા.