શ્રીનગર,
જમ્મુ કાશ્મીરમાં વાર્ષિક અમરનાથ યાત્રા શાંતિપૂર્ણરીતે આગળ વધી રહી છે. આજે સવારે સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ૧,૧૭૯ શ્રદ્ધાળુઓની નવી ટુકડી અમરનાથ દર્શન માટે રવાના થઇ હતી. જુદા જુદા વાહનોમાં આ ટુકડી ખીણ માટે રવાના થઇ હતી. અમરનાથ શ્રદ્ધાળુઓની સંખ્યા હજુ પણ વધી રહી છે. ૬૦ દિવસ સુધી ચાલનાર આ યાત્રા ૨૮મી જૂનના દિવસે શરૂ થઇ હતી. ગંદરબાલમાં બાલતાલ અને અનંતનાગ જિલ્લામાં પહેલગામના બે રુટ પરથી અમરનાથ યાત્રા ચાલી રહી છે. હજુ સુધી ૨.૩૦ લાખથી વધુ લોકો અમરનાથના દર્શન કરી ચુક્યા છે. અમરનાથમાં કુદરતીરીતે બનતા બરફના શિવલિંગના દર્શન માટે શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જાવા મળી રહ્યો છે. આજે વહેલી પરોઢે ભગવતીનગર બેઝ કેમ્પથી સઘન સુરક્ષા વચ્ચે ૪૧ વાહનો અને બે મોટરસાયકલ પર શ્રદ્ધાળુઓનો કાફલો રવાના થયો હતો. શ્રદ્ધાળુઓના આ કાફલામાં ૨૪૮ મહિલાઓ અને ૪૭ સાધુ સંતો સામેલ છે. અમરનાથ દર્શન માટે રવાના થયેલી શ્રદ્ધાળુઓની આ ૨૨મી બેંચ હતી. બીજી બાજુ અધિકારીઓના કહેવા મુજબ ખીણ માટે આજે રવાના થયેલી
૨૨મી બેચમાં ૨૪૮ મહિલા, ૪૭ સાધુ સંતો જાડાયા