અમદાવાદ સ્કૂલ ઓફ ડિજિટલ માર્કેટીંગ દ્વારા અમદાવાદ શહેરમાં આગામી તા.૨૧ અને ૨૨ જુલાઈ, ૨૦૧૮ દરમ્યાન બે દિવસીય એડવાન્સ ડિજિટલ માર્કેટીંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. એન્ટરપ્રિન્યોર્સ, વિદ્યાર્થીઓ, ઉદ્યોગસાહસિકો અને કોર્પોરેટ્સ અને સ્ટાર્ટ અપ્સ માટે ખૂબ ઉપયોગી એવા આ વર્કશોપમાં સોશ્યલ મીડિયા માર્કેટીંગ, ઇ-મેઇલ માર્કેટીંગ, ગૂગલ એડવર્લ્ડઝ, લીડ જનરેશન ફોર બીઝનેસ, કોમ્પીટીટર એનાલિસીસ સહિતના મહત્વના વિષયો પર નિષ્ણાત તજજ્ઞો દ્વારા અગત્યની જાણકારી અને માર્ગદર્શન પૂરા પાડવામાં આવશે.
બે દિવસીય આ વર્કશોપનો હેતુ અમદાવાદ સ્કૂલ ઓફ ડિજિટલ માર્કેટીંગ દ્વારા નવા એન્ટરપ્રિન્યોરશીપ તૈયાર કરવાનો અને તેમને ડિજિટલ વર્લ્ડમાં પ્લેટફોર્મ પૂરું પાડવામાં સહાયભૂત બનવાનો છે એમ અત્રે એએસડીએમના સ્થાપક અને ડિરેકટર લવ ત્યાગી અને માર્કેટીંગ ડિરેકટર શરદ એ.વોરાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ વર્કશોપનો બીજા હેતુ એ છે કે, આજના ડિજિટલ યુગમાં તમે કઈ રીતે ડિજિટલ માર્કેટીંગ અગ્રેસર રહી શકો તેનું જ્ઞાન અને ટેકનીક ઉપલબ્ધ કરાવવાનો છે.
ડિજિટલ માર્કેટીંગના આ બે દિવસીય વર્કશોપમાં કોર્પોરેટસ, ઉદ્યોગસાહસિકો, વિદ્યાર્થીઓ અને સ્ટાર્ટ અપ્સના પ્રતિનિધિઓ ભાગ લેશે. એએસડીએમ તેની હેડ ઓફિસ અમદાવાદ ખાતે ધરાવે છે અને તેણે વડોદરામાં પણ અન્ય શાખા શરૂ કરી છે. કોર્પોરેટ વર્લ્ડમાં આવશ્યક સ્કીલ્સને વિકસાવવાના હેતુથી એએસડીએમ દ્વારા ક્લાસરૂમ લાઈવ ટ્રેનીંગ આપવામાં આવે છે જેમાં ઓથેન્ટિકેટેડ સર્ટિફિકેશન્સ સાથે ૧૦૦ ટકા જોબ પ્લેસમેન્ટ આસિસ્ટન્ટ આપવામાં આવે છે.
આ ઉપરાંત બે મહિનાનો એક્સ્લુઝિવ ટ્રેનીંગ પ્રોગ્રામ પણ આપવામાં આવે છે કે જેના દ્વારા ઓનલાઈન માર્કેટીંગ અને ડિજિટલ બ્રાન્ડિંગમાં વ્યક્તિને મદદ મળે છે. અમદાવાદ સ્કૂલ ઓફ ડિજિટલ માર્કેટીંગના સ્થાપક અને ડિરેક્ટર લવ ત્યાગીએ ઉમેર્યું હતું કે, હાલ સોશ્યલ મીડિયા માર્કેટીંગમાં સૌથી વધુ મહત્વનું ફેકટર ફેસબુક સાબિત થઇ રહ્યું છે. અમે વિદ્યાર્થીઓ, વર્કિંગ પ્રોફેશનલ્સ, સીઈઓ, ઉદ્યોગ સાહસિકો અને સ્ટાર્ટ અપ્સને કન્સલ્ટન્સી આપીએ છીએ.
અમે અમારા ડિજિટલ માર્કેટિંગ કોર્સને ત્રણ ભાગમાં વહેંચ્યો છે કે જે વિદ્યાર્થીઓ, વર્કિંગ પ્રોફેશનલ્સ, સીઈઓ અને ઉદ્યોગસાહસિકો માટે છે. દરેક સેગમેન્ટ તેઓને આ વર્કશોપ – વિસ્તૃત પ્રોગ્રામ પછી મળનારા લાભો માટે ઉપયોગી છે. અમે એ પણ સુનિશ્ચિત કરીશું કે સંપૂર્ણ તાલીમ ૧૦૦ ટકા પ્રેક્ટિકલ બેકગ્રાઉન્ડમાં શક્ય બને કે જેથી ઉમેદવારો રિયલ ટાઈમ કેસ સ્ટડીઝને સમજી શકે અને તેના સેગમેન્ટ સાથે એ મુજબ જાડાઈ શકે. ડિજિટલ માર્કેટીંગ ક્ષેત્રમાં ઝળહળતી કારકિર્દી બનાવવા માટે ભાગ લેનાર પ્રતિનિધિઓ માટે આ વર્કશોપ ખૂબ ઉપયોગી અને માર્ગદર્શક બની રહેશે.