રાજ્યમાં સવારથી વરસી રહેલા વરસાદે આજે દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં તેનું જોર યથાવત રાખ્યું છે. રાજ્યના ૪૮ તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકામાં ૩૧૧ મી.મી. એટલે કે ૧૨ ઇંચથી વધુ અને જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં ૨૭૯ મી.મી. એટલે કે ૧૧ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ ૧૭ જુલાઇને સવારે ૮થી સાંજના ૬ કલાક સુધીમાં વઘઇ તાલુકામાં ૨૦૯ મી.મી. એટલે કે આઠ ઇંચ, પોરબંદર તાલુકામાં ૧૮૫ મી.મી. અને રાણાવાવમાં ૧૮૨ મી.મી. મળી કુલ બે તાલુકાઓમાં સાત ઇંચથી વધુ જ્યારે મેદરડા તાલુકામાં ૧૫૩ મી.મી., વંથલીમાં ૧૫૨ મી.મી., લાલપુરમાં ૧૪૯ મી.મી. મળી કુલ ત્રણ તાલુકાઓમાં છ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.
આ ઉપરાંત કુતિયાણા, ગણદેવી તાલુકામાં ૧૪૨ મી.મી., જામજોધપુરમાં ૧૩૮ મી.મી., કેશોદમાં ૧૨૦ મી.મી. મળી કુલ ત્રણ તાલુકાઓમાં પાંચ ઇંચથી વધુ, માંગરોળમાં ૧૧૯ મી.મી., ડોલવણમાં ૧૦૭ મી.મી., ભાણવડમાં ૧૦૩ મી.મી., માળીયામાં ૧૦૧ મી.મી. મળી કુલ ચાર તાલુકાઓમાં ચાર ઇંચથી વધુ અને પેટગામમાં ૮૭ મી.મી., જામશારમાં ૮૩ મી.મી., માંડવીમાં ૮૧ મી.મી., વેરાવળમાં ૭૭ મી.મી. મળી કુલ ચાર તાલુકાઓમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ થયો છે.
રાજ્યના સુવીર તાલુકામાં ૭૧ મી.મી., જૂનાગઢ અને જૂનાગઢ શહેર, વલસાડમાં ૬૯ મી.મી., ડાંગમાં ૫૯ મી.મી., કપરાડામાં ૫૮ મી.મી., કોડીનારમાં ૫૫ મી.મી., નવસારીમાં ૪૮મી.મી. મળી કુલ આઠ તાલુકાઓમાં બે ઇંચથી વધુ અને અન્ય ૧૫ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ થયો છે.