નડિયાદઃ હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસમાં ખેડા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે વહીવટી તંત્રને સાબદું કરવામાં આવ્યું હોવાનું કલેકટર આઇ.કે.પટેલે જણાવ્યું છે.
કલેકટર આઇ.કે.પટેલે જણાવ્યું કે, આજે અને આવતીકાલે જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને અનુલક્ષીને ગ્રામ્ય સ્તરથી તાલુકા અને જિલ્લા કક્ષાના અધિકારીઓને મુખ્ય મથક પર હાજર રહેવા સૂચનાઓ આપવામાં આવી છે.
ખેડા જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા પ્રશાસન દ્વારા સાવચેતી અને તકેદારીના તમામ પગલાં લેવામાં આવ્યા હોવાનું કલેકટર આઇ.કે.પટેલે ઉમેર્યું હતું. ભારે વરસાદને પગલે સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા પ્રશાસન સજજ હોવાનું તેમણે ઉમેર્યું હતું.
ખેડા જિલ્લામાં નોંધપાત્ર વરસાદઃ નડિયાદમાં ૨ ઇંચ વરસાદ:-
ખેડા જિલ્લામાં આજે સવારે ૭ કલાકે પુરા થતા ૨૪ કલાક દરમિયાન કુલ ૨૯ મી.મી. વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં મોસમનો કુલ વરસાદ ૨૩૯૨ મી.મી. નોંધાયો છે.
કલેક્ટર કચેરી ઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટરના જણાવ્યા મુજબ જિલ્લામાં આજે નોંધાયેલ વરસાદની વિગતો નીચે મુજબ છે. જિલ્લામાં મોસમનો સૌથી વધુ વરસાદ ૩૮૦ મી.મી. વસોમાં જયારે સૌથી ઓછો ૧૪૫ મી.મી. વરસાદ ઠાસરામાં નોંધાયો છે.
ક્રમ | તાલુકાનું નામ | ૧૬ જુલાઇના સવારે ૭ કલાક સુધીનો કુલ વરસાદ(મી.મી) | આજે બપોરના ૨ કલાક સુધીનો વરસાદ (મી.મી) | કુલ વરસાદ
(મી.મી) |
૧ | નડિયાદ | ૨૬૧ | ૫૨ | ૩૧૩ |
૨ | માતર | ૨૪૫ | ૧૬ | ૨૬૧ |
૩ | ખેડા | ૧૮૩ | ૦૪ | ૧૮૭ |
૪ | મહેમદાવાદ | ૧૭૪ | ૧૩ | ૧૮૭ |
૫ | મહુધા | ૨૦૯ | ૦૭ | ૨૧૬ |
૬ | કઠલાલ | ૧૮૦ | ૦૭ | ૧૮૭ |
૭ | કપડવંજ | ૨૫૦ | ૦૦ | ૨૫૦ |
૮ | વસો | ૩૬૨ | ૧૮ | ૩૮૦ |
૯ | ગળતેશ્ર્વર | ૨૫૬ | ૧૦ | ૨૬૬ |
૧૦ | ઠાસરા | ૧૪૧ | ૦૪ | ૧૪૫ |
કુલ | ૨૨૬૧ | ૧૩૧ | ૨૩૯૨ |