કુર્તીમાં અલગ અલગ પ્રકારની ફેશન આવતી જતી રહે છે. કોઇ પણ ઉંમરની સ્ત્રી કુર્તીમાં ખુબ સુંદર લાગે છે. જ્યારે ટ્રેન્ડી કુર્તીઓ પહેરવામાં આવે છે ત્યારે તે ઓર દીપી ઉઠે છે. આજે તમને અમે ત્રણ ટાઇપના કુર્તી ટ્રેન્ડ વિશે જણાવીશુ.
- પ્રિન્ટેડ કોટન ફ્રન્ટ ઓપન કુર્તી – કોઇ પણ બે કલર સાથેની ફ્રન્ટ ઓપન કુર્તી આજકાલ ટ્રેન્ડમાં છે. આ પ્રકારની કુર્તી સાથે તમે એન્કલ લેન્થ પ્લાઝો કે લેગીન્સ પહેરી શકો છો. લાંબા લોકોને આ પ્રકારની કુર્તી ખુબ સુંદર લાગશે. આ પ્રકારની કુર્તી આગળથી ટોપ જેવી દેખાય છે અને પાછળથી કુર્તી જેવી લાગે છે.
- કાંથા પ્રિન્ટ કોટન કુર્તી – જિયોમેટ્રીક પ્રિન્ટને મોટો ટ્રેન્ડ માનવામાં આવે છે. ઘૂંટણથી જરાક લાંબી અને એલ્બો સુધી તેની સ્લીવ્ઝ હોય છે. બટન કુર્તીને શર્ટ જેવો લૂક આપે છે. આ કુર્તીને તમે મિડી ડ્રેસની જેમ પણ પહેરી શકો છો.
- કોટન ફ્લેયર્ડ મેકસી કુર્તી – આ પ્રકારની કુર્તી ફ્રોક જેવી દેખાય છે. આ પ્રકારની કુર્તીને ફ્રોક પેટર્નમાં જ સીવવામાં આવી હોય છે. જે ઉપરથી ટાઇટ અને નીચેથી ઘેરદાર હોય છે. આ પ્રકારની કુર્તી ઉપર હિલ્સ પહેરવાથી યુવતીઓ ખુબ સુંદર લાગશે.
જો તમે પણ હવે શોપિંગ કરવા માટે જાવ તો આ ત્રણ કુર્તી જરૂરથી ટ્રાઇ કરજો.