જિલ્લા અને નગર શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકોની (ધોરણ ૧ થી ૫ અન્ય માધ્યમ) વર્ષ ૨૦૧૮-૧૯ની જગ્યાઓ ભરવા માટે જૂન-૨૦૧૮માં જાહેરાત આપવામાં આવી હતી.
આ સંદર્ભે ઉમેદવારોની કામચલાઉ મેરિટયાદી ૫ જુલાઇ ૨૦૧૮ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. ઉમેદવારો પાસેથી રજૂ થયેલ સુધારા બાદ તૈયાર થયેલ અંતિમ મેરિટયાદીના આધારે મેરિટમાં આવતાં ઉમેદવારો ૧૬ જુલાઇ ૨૦૧૮ના રોજ ૧૧ કલાકે સંબંધિત વેબસાઇટ ઉપરથી તેમના કોલ લેટર ઓનલાઇન મેળવી શકશે. આથી મેરિટમાં આવતા ઉમેદવારોએ કોલ લેટર ઓનલાઇન મેળવવાના રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અંતિમ યાદીમાં સ્થાન ધરાવતા ઉમેદવારોને અન્ય કોઇ રીતે કોલ લેટર મોકલવામાં આવશે નહી. આ ભરતી પ્રક્રિયા ચાલુ રહે તે દરમિયાન ઉમેદવારોએ http://www.vidyasahayakgujarat.org વેબસાઇટ નિયમિત જોતા રહેવું.