રાજ્યમાં છેલ્લા ચારેક દિવસથી વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસાવ્યો છે. રાજ્યના ૮૨ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે. આ સાથે રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૨૬.૭૦ ટકા જેટલો નોંધાયો છે.
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે સવારે ૭-૦૦ કલાકે પુરા થતા ચોવીસ કલાક દરમિયાન ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં ૨૧૨ મી.મી. અને ગીર-સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં ૧૯૫ મી.મી., મળી કુલ બે તાલુકાઓમાં આઠ ઇંચ તથા નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં ૧૮૮ મી.મી., ચીખલી તાલુકામાં ૧૮૩ મી.મી. અને અમરેલી જિલ્લાના વડિયા તાલુકામાં ૧૭૯ મી.મી. મળી કુલ ત્રણ તાલુકાઓમાં સાત ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
રાજ્યના ભેંસાણ તાલુકામાં ૧૫૨ મી.મી., બગસરા તાલુકામાં ૧૫૯ મી.મી., રાજુલા તાલુકામાં ૧૫૪ મી.મી., જલાલપોર તાલુકામાં ૧૫૯ મી.મી., ખેરગામ તાલુકામાં ૧૫૯ મી.મી., નવસારી તાલુકામાં ૧૫૮ મી.મી., ધરમપુર તાલુકામાં ૧૪૯ મી.મી., ડોલવણ તાલુકામાં ૧૫૬ મી.મી. મળી કુલ આઠ તાલુકાઓમાં છ ઇંચથી વધુ; જ્યારે લોધીકા તાલુકામાં ૧૩૮ મી.મી., ઉના તાલુકામાં ૧૪૩ મી.મી., સાવરકુંડલા તાલુકામાં ૧ર૪ મી.મી., ચોર્યાસી તાલુકામાં ૧૪૨ મી.મી., સુરત શહેરમાં ૧૩૬ મી.મી., વલસાડ તાલુકામાં ૧૨૫ મી.મી. અને તળાજા તાલુકામાં ૧૨૦ મી.મી. મળી કુલ પાંચ તાલુકાઓમાં પાંચ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.
આ ઉપરાંત જૂનાગઢ શહેરમાં ૧૧૭ મી.મી., જૂનાગઢ તાલુકામાં ૧૧૭ મી.મી., વંથલી તાલુકામાં ૧૧૨ મી.મી., ગીર-ગઢડા તાલુકામાં ૧૧૪ મી.મી., જાફરાબાદ તાલુકામાં ૧૧૮ મી.મી., ભરૂચ તાલુકામાં ૧૧૧ મી.મી., કામરેજ તાલુકામાં ૧૧૪ મી.મી. અને ડાંગ તાલુકામાં ૧૧૬ મી.મી. મળી કુલ આઠ તાલુકાઓમાં ચાર ઇંચથી વધુ તથા જસદણ તાલુકામાં ૭૧ મી.મી., માણાવદર તાલુકામાં ૮૨ મી.મી., મેંદરડામાં ૮૨ મી.મી., તલાલા તાલુકામાં ૯૫ મી.મી., ખાંભા તાલુકામાં ૯૭ મી.મી., જેસર તાલુકામાં ૮૬ મી.મી., મહુવા(ભાવનગર) તાલુકામાં ૯૬ મી.મી., અંકલેશ્વર તાલુકામાં ૮૯ મી.મી., તીલકવાડા તાલુકામાં ૭૫ મી.મી., વાલોડ તાલુકામાં ૮૦ મી.મી., બારડોલી તાલુકામાં ૯૧ મી.મી., મહુવા તાલુકામાં ૮૬ મી.મી., પલસાણા તાલુકામાં ૯૪ મી.મી., કપરાડા તાલુકામાં ૮૩ મી.મી., પારડી તાલુકામાં ૯૫ મી.મી. મળી કુલ ૧૫ તાલુકાઓમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ થયો છે.
રાજ્યના માતર તાલુકામાં ૬૩ મી.મી., ડભોઇ તાલુકામાં ૫૫ મી.મી., નસવાડી તાલુકામાં ૫૧ મી.મી., ધોરાજી તાલુકામાં ૭૦ મી.મી., જેતપુર તાલુકામાં ૭૦ મી.મી., કોટડાસાંઘાણી તાલુકામાં ૫૦ મી.મી., ઉપલેટા તાલુકામાં ૬૫ મી.મી., વીસાવદર તાલુકામાં ૫૭ મી.મી., સુત્રાપાડા તાલુકામાં ૫૮ મી.મી., અમરેલી તાલુકામાં ૭૦ મી.મી., લીલીયા તાલુકામાં ૫૫ મી.મી., ઝગડીયા તાલુકામાં ૫૫ મી.મી., ગરૂડેશ્વર તાલુકામાં ૬૭ મી.મી., સોનગઢ તાલુકામાં ૫૨ મી.મી., વ્યારા તાલુકામાં ૬૫ મી.મી., માંડવી તાલુકામાં ૫૮ મી.મી., અને સુબીરમાં ૫૫ મી.મી. મળી કુલ સત્તર તાલુકાઓમાં બે ઇંચથી વધુ અને અન્ય બાવીસ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો સાંપડ્યા છે.