આપણે આજે બેસીલ સીડ્સ વિશે જાણીશુ. આપણા દરેક ઘરમાં તુલસીનો છોડ જોવા મળે છે, પરંતુ બેસીલ સીડ એટલેકે તુકમરિયાં તુલસીના બીજ નહિ, માત્ર નામ સરખા છે. બેસીલ સીડ આપણને ફાલુદા, મિલ્ક શેક, થીક શેક અથવા નોર્મલ બેવરેજિસમાં જોવા મળે છે પરંતુ તે સ્વાસ્થ્ય માટે અનેક લાભ ધરાવે છે. આજે આપણે તુકમરિયાંના ફાયદા અને તેના વિશે જાણીશુ.
બ્લેક કલરના નાના આકાર ધરાવતા આ બીજ હંમેશા ગરમ પાણીમાં ૧૫ થી ૩૦ મિનિટ પલાળીને ખાવા જોઈએ, રો સીડ્સ ખાવા યોગ્ય નથી. આ બીજ ૪૦% કાર્બોહાઇડ્રેટ, ૧૮% પ્રોટીન અને ડાયેટરી ફાઇબર, ઓમેગા ૩ ફેટ્ટી એસિડ પુષ્કળ પ્રમાણમાં ધરાવે છે. આ બીજની ખાસિયત એ છે કે તેમાં કોઈ પ્રકારની સુગંધ હોતી નથી તે કોઈપણ ખોરાક અને ફ્લેવરમાં સરળતાથી મિક્સ થઈ શકે છે. આયુર્વેદિક અને ચાઇનીસ દવા બનાવા આ બીજનો ઉપયોગ થાય છે.
ફાયદા:
➔ જો તમે વજન ઘટાડવા માગો છો અને ડાયેટિંગ કરી રહ્યા છો? તમારા માટે તુકમરિયાં બેસ્ટ ઓપ્શન છે. તે ઓમેગા-૩ ફેટ્ટી એસિડ અને ફાઇબરથી ભરપૂર હોવાથી લાંબા સમય સુધી ભૂખને સંતોષે છે અને વારંવાર ભૂખ લાગતી નથી. તમે દહીંમાં મિક્સ કરીને અથવા ફ્રૂટ સ્મૉધીમાં ઉમેરી લઇ શકો છો.
➔ તે શરીરની ગરમી ઓછી કરવા ખુબ ઉપયોગી છે. તેને મધ અને લીંબુ ઉમેરી પીવામાં આવે છે. ઉનાળાની કાળઝાળ ગરમીથી રાહત મેળવવા અને શરીરનું તાપમાન જાળવી રાખવા તેનો ઉપયોગ શ્રેષ્ઠ છે.
➔ તે લોહીમાં શર્કરાનું પ્રમાણ જાળવી રાખે છે અને ડાયાબીટીશ ધરાવતા લોકો માટે પણ ખુબ લાભકારી છે. એક ગ્લાસ દૂધમાં તુકમરિયાં ઉમેરી પીવાથી આરોગ્યને અસંખ્ય ફાયદા આપશે. જે સવારે નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન છે.
➔ જે લોકોને કબજિયાતની તકલીફ રેહતી હોઈ તો રાત્રે સુતા પેહલા હુંફાળા દૂધમાં તકમરીયા ઉમેરી પીવું. પેટની દરેક સમસ્યા દૂર થાય છે. પેટની ગરમી અને બળતરા દૂર કરવા માટે પણ ખુબ ફાયદાકારક છે.
➔ બેસીલ સીડ્સ વાળની માવજત કરવા માટે પણ ખુબ ઉપયોગી છે. રો સીડ્સનો ભૂકો કરી તેને હુંફાળા કોકોનટ ઓઇલમાં ઉમેરી તેને વાળમાં લગાવવું. તેનાથી ખરતા વાળ અટકે છે અને વાળનું વોલ્યૂમ પણ વધે છે. તે આયર્ન અને પ્રોટીન સમૃદ્ધ હોવાથી ત્વચાની માવજત કરે છે.
➔ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને સામાન્ય શરદી, તાવ અને ઉધરસ અટકાવે છે. શરીરને નાના મોટા દરેક ઇન્ફેકશનથી બચાવે છે અને શરીર નિરોગી રાખે છે.