રાજકોટઃ લીબું વાવેતર કરતા ખેડૂતોએ લીબુંમાં ફળના વિકાસ અવસ્થાએ ઊંચા તાપમાનને કારણે લીંબુના બગીચામાં પાન કથીરીનો ઉપદ્રવ વધુ હોય તો તેના નિયંત્રણ માટે પ્રોપરગાઈટ દવા ૧૦ મિલી ૧૦ લીટર પાણીમા મિશ્ર કરી છંટકાવ કરવો. સાયલાના નિયંત્રણ માટે ઈમીડાક્લોપ્રીડ ૩૦.૫ ટકા ૫ મીલી અને લીંબોળીનું તેલ ૫૦ મીલી અથવા લીંબોળીના મીંજનું ૫ ટકા અર્કનું દ્રાવણ ૫૦૦ મીલી/૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો.વધુ ઉપદ્રવ હોય તો ટ્રાયઝોફોસ ૪૦ ટકા ૨૦/૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો.
બદામી ટપકાના નિયંત્રણ માટે કોપર ઓક્ઝીક્લોરાઈડ ૪૦ ગ્રામ અને ૧.૫ ગ્રામ સ્ટ્રેપ્ટોસાયક્લીનના બે છંટકાવ ૧૫ દિવસના ગાળે કરવા તથા પાનકોરીયુના નિયંત્રણ માટે ડીડીવીપી ૧૦ મી.લી. ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરીને છાંટવા સૂકી ખેતી સંશોધન કેન્દ્ર, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, તરઘડિયાના વૈજ્ઞાનિકો દ્વારા ભલામણ કરાઇ છે.