ઈટેક એસેસ માર્કેટિંગ એન્ડ કન્સલ્ટિંગ પ્રા લિ. ભારતની અગ્રણી ઇન્શ્યોરટેક બ્રાન્ડ પોલિસીબજાર.કોમ અને ભારતના અગ્રણી લેન્ડિંગ માર્કેટપ્લેસ પૈસાબજાર.કોમનું સ્વામિત્વ રાખનાર કંપનીએ 200 મિલિયન ડોલરનું નવું રોકાણ વધારવાની ઘોષણા કરી છે. આ રોકાણ સોફ્ટ બેન્ક વિઝન ફંડના નેતૃત્વમાં સંચાલિત સિરીઝ એફ ઇન્વેસ્ટમેન્ટ રાઉન્ડથી પ્રાપ્ત કરવામાં આવ્યુ છે. આ ઇન્વેસ્ટમેન્ટ રાઉન્ડમાં ઇન્ફોએઝ સહીત અન્ય વર્તમાન રોકાણકારોએ ભાગ લીધો હતો.
ઇટેક એસેસના સહ-સંસ્થાપક અને ગ્રુપ સીઇઓ યશીશ દહિયાએ જણાવ્યું હતું કે,”અમારા ભાગીદાર તરીકે સોફ્ટબેંક વિઝન ફંડનું સ્વાગત કરતા અમે અત્યંત ખુશ છીએ. સોફટબેન્કની સંસ્કૃતિ, જે સંશોધનાત્મક વ્યવસાયો અને ઔદ્યોગિક નેતૃત્વ માટે લાંબા ગાળાના રોકાણ દ્વારા પ્રમોટ કરવામાં આવે છે, તે અમારા પોતાના મૂલ્યોને અનુલક્ષે છે. આ સાથે જ, પારદર્શક અને કાર્યક્ષમ બનાવવા માટેના નાણાકીય ઉત્પાદનોના બજાર બનાવવા માટેનાં અમારા ધ્યેયો ખૂબ જ અનુકૂળ છે. અમે આશા રાખીયે છીએ કે,તેમની વૈશ્વિક ઉપસ્થિતિ તથા અનુભવથી અમને ઘણું બધું શીખવા મળશે.”
પોલિસીબજાર ભારતની અગ્રણી વીમા બ્રાન્ડ છે,જેણે ભારતમાં વીમા ખરીદવાની વર્તમાન પદ્ધતિમાં ફેરફાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. 2008 માં તેના લોન્ચિંગ પછીથી, પોલિસી માર્કેટ ગ્રાહકો માટે ઇન્ટરનેટ પર ‘અનિવાર્ય ચેનલ’ સ્થાપવા માટે મોખરે રહ્યું છે, જ્યાં લોકો વીમા પ્રોડક્ટ્સની તુલના કરી શકે છે. આ રીતે, તેમને તાત્કાલિક પોલિસીની ખરીદી કરવામાં અને સંપૂર્ણ માહિતી સાથે નિર્ણયો લેવામાં મદદ કરે છે.
બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રૂપ (બીસીજી)ના ડેટા અનુસાર, 2020 સુધીમાં, વીમા ખરીદી પર ડિજિટલ મીડિયાની અસરમાં વધારો થશે, જેમાં જીવન વીમા પર 50% અને સામાન્ય વીમામાં 75% વધારો થશે.તેનો અર્થ એ કે 2020 સુધીમાં લગભગ રૂ.1,20,000 કરોડનું નવું વીમા પ્રીમિયમ ડિજિટલ માધ્યમો દ્વારા પ્રભાવિત થશે. પોલિસીબજારનું માનવું છે કે આ પ્રચલન આગળના ત્રણ વર્ષોમાં 80%થી વધુ સીએજીઆરથી વધશે અને 2020 સુધી ઓનલાઇન વીમા ઉત્પાદન ખરીદનાર ગ્રાહકોની સંખ્યા 10 મિલિયન થઇ જશે.
સોફ્ટ બેન્ક ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સના પાર્ટનર, મુનિષ વર્માએ જણાવ્યું હતું કે, “છેલ્લા એક દાયકામાં, પોલિસી માર્કેટ ભારતમાં ઓનલાઇન વીમા ખરીદીનો પર્યાય બની ગયું છે. અમે માનીએ છીએ કે ભારતીય વીમા બજાર હજી પણ અવિકસિત છે,અને સોફ્ટ બેન્કની મૂડી અને ડિજિટલ પર્યાવરણની મદદથી, આ દેશની વીમા પ્રોડક્ટ્સની ખરીદીમાં વધારો કરવા માટે એક ખાસ પરિસ્થિતિમાં પોલિસીબજાર ઉપસ્થિત છે.”