કુમારસ્વામી સરકારે ખેડૂતોનુ 2 લાખનુ દેવુ કર્યુ માફ

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

કર્ણાટકની કોંગ્રેસ અને જેડીએસના ગઠબંધન વાળી સરકારે પહેલા જ બજેટમાં કરેલા વાયદાને પૂર્ણ કર્યા છે. ખેડૂતોનુ બે લાખ સુધીનુ દેવુ માફ કરવાનુ એલાન કર્યુ છે.  કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કરીને કહ્યુ હતુ કે તેને ખુશી છે કે કોંગ્રેસના ગઠબંધન વાળી સરકાર દ્વારા ખેડૂતો માટે કરાયેલ વાયદાને પૂર્ણ કરવામાં આવ્યો છે.

એક તરફ 2019ની ચૂંટણી નજીક આવી રહી છે તો બીજી તરફ કુમારસ્વામીની સરકાર ટકી રહે તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કુમારસ્વામીની સરકાર બનતાની સાથે જ વિવાદ શરૂ થઇ ગયો હતો. કોંગ્રેસના મોટા ગજાના નેતાઓને પદ આપવામાં આવ્યુ ન હતું. ત્યારે પણ કુમાર સ્વામીની સરકાર પડી ભાંગશે તેવા તર્ક થયા હતા. ઉલ્લેખનિય છે કે સરકાર બન્યાના 15 દિવસમાં જ સરકાર તૂટી જવાના એંધાણ દેખાતા કોંગ્રેસ હરકતમાં આવી હતી. હવે કરેલા વાયદા પૂર્ણ કરીને 2019ની ચૂંટણીમાં ફરી એક વાર કેંદ્રમાં કોંગ્રેસ સરકારને લાવવુ તે જ તેમનુ લક્ષ્ય છે.

Share This Article