સૂરપત્રીઃ રાગ દેશ
૧૬ વર્ષની તરુણી જ્યારે ઉંમરના એ નાજુક પડાવે પહોંચે ત્યારે મસ્તી, અલ્લડતા, ચંચળતાને અજાણ્યેજ હૃદયમાં ઘર કરી દેતી હોય છે. કોઈ અજાણ્યા, અપરિચિત, માટેય હૈયું જાણે એક એક ધબકાર સાથે એની હાજરી આપતું હોય એ ક્ષણો જ જીરવવી એની અવસ્થાએ અસહ્ય થઈ પડે છે અને પછી જ્યારે એવા ભાવોને રજૂ કરવા શબ્દો સંગે સ્વરબદ્ધ સંગીત મળે તો એમના માટે તો ભયો ભયો જ થઈ રહે.
આવી જ સંવેદનાઓનો સાથી એટલે રાગ દેશ.
વિધુ વિનોદ ચોપરા બહુ અનુભવી ડાયરેકટર છે. એમની કોઈપણ ફિલ્મમાં પ્રેમતત્ત્વને ઊર્મિસભર રજૂ કરવા માટે ઋજુ/કોમળ અવિસ્મરણીય ગીતો હોય જ છે.
૧૯૯૩માં રિલીઝ થયેલી ફિલ્મ ૧૯૪૨ એ લવસ્ટોરી તો આવા ગીતોની એક ફોજ લઈ આવી હતી. આ ફિલ્મનું સોંગ પ્યાર હુઆ ચૂપ કે સે, એ ક્યાં હુઆ ચૂપ કે સે. હૃદયમાં ઉઠતા કંપનોની માપણી કરતું અને સ્ત્રી સંવેદના ઓને ઝીલતું આ ચંચળ ગીત રાગ દેશ બેઇઝડ છે. આ રાગ જાણતા-અજાણતા તમને Nostalgiaમાં ગરકાવ પણ કરી દે છે. આર.ડી.નું સંગીત અને અખ્તર સાહેબની કલમેં આ ૧૬ વર્ષની તરુણીની ઊર્મિઓને બરાબર ઝીલી છે.
ઠુમરી અંગના મધુર રાગ દેશ પર આધારિત આ ગીત તથા ખમાજ થાટના આ રાગમાં બન્ને નિષાદનો પ્રયોગ થાય છે અને આરોહમા ગાંધાર અને ધૈવત વર્જ્ય છે. ઠુમરી ગાતી વખતે ક્યારેક આ બન્ને સ્વરોનો અલ્પપ્રયોગ કરવામાં આવે છે. શૃંગારપ્રધાન આ રાગ વિલંબિત ખ્યાલ કરતા ઠુમરીઓ વિશેષ પ્રચલિત છે.
રાગ દેશ બેઇઝડ અન્ય રચનાઓમાં, ફિલ્મ દિલ એક મંદિરનું ગીત જે, જે શંકર-જયકિશને સ્વરબદ્ધ કરેલું છે અને લતાજીના કંઠે ગવાયેલું છે એવું ગીત હમ તેરે પ્યાર મેં સારા આલમ ખો બેઠે પણ ઉપરોક્ત રાગ બેઇઝડ છે.
તદુપરાંત, ફિલ્મ નીલા આકાશનું આશા જી અને રફી સાહેબે ગાયેલું ગીત આપ કો પ્યાર છુપાને કઈ બુરી આદત હે આ રાગ બેઇઝડ છે તથા ફિલ્મ બૈજુ બાવરાનું ગીત લતાજી અને શમશાદ બેગમે ગાયેલું દૂર કોઈ ગાયે ધૂન એ સુનાએ, તેરે બિન છલીયા રે પણ ઉપરોક્ત રાગ બેઇઝડ જ છે. ફિલ્મ આરઝુનું ગીત અજી રુઠ કર અબ કહાં જાઇએગા તથા ફિલ્મ કલ્પનાનું ગીત બેકસી હદ સે યું ગુઝર જાયે તદુપરાંત, ફિલ્મ સહેરાનું ગીત તકદીર કા ફસાના પણ રાગ દેશ આધારિત જ છે.
આ બધા ઉપરાંત આપણી જૂની પરંપરા ઓ સાથે અનુસંધાન ધરાવતી એક વિશિષ્ટ ગુજરાતી રચના તમે રે તિલક રાજા રામના, અમે વગડાના ચંદન કાષ્ટ રે પણ રાગ દેશ આધારિત જ રચના છે. અને આજ રાગ સાથે આપણે વર્ષોથી જે સાંભળતા આવ્યા છીએ એવી સંગીતયાત્રાના શબ્દોને દૂરદર્શન દ્વારા આપણને રજૂ કરવામાં આવ્યા હતા એ રચના બજે સરગમ હર તરફ સે ગુંજ બનકર દેશ રાગ
પણ આ રાગ બેઇઝડ જ છે.
ઉપરાંત, રાગ દેશની અન્ય કૃતિઓમાં, ફિલ્મ દિલ એક મંદિરનું ગીત હમ તેરે પ્યાર મેં સારા આલમ તથા, ફિલ્મ રેશ્મા ઓર શેરાનું ગીત તું ચંદા મેં ચાંદની તેમજ ફિલ્મ જનક જનક પાયલ બાજે નું સુરીલું ગીત સૈયાં જા તોસેના બોલું સહિતની ઉપરની બધી કૃતિઓ રાગ દેશ પર આધારિત છે.
વાદી: રિષભ
સંવાદી: પંચમ
આરોહ: સા રે મ પ ની સાં
અવરોહ: સાં ની (કોમળ) ધ પ મગરે ગ ની (મંદ્રસપ્તક) સા.
તો મિત્રો ચાલો આજે આ રાગની એક મસ્ત મજાની રચનાનું કર્ણપાન કરીએ.
Movie/Album: 1942 अ लव स्टोरी (1993)
Music By: आर. डी. बर्मन
Lyrics By: जावेद अख्तर
Performed By: कविता कृष्णमूर्ति
दिल ने कहा चुपके से, ये क्या हुआ चुपके से,
क्यों नए लग रहे हैं ये धरती गगन,
मैंने पूछा तो बोली ये पगली पवन,
प्यार हुआ चुपके से, ये क्या हुआ चुपके से..
तितलीयों से सुना, मैंने किस्सा बाग़ का,
बाग़ में थी इक कली, शर्मीली अनछूई,
एक दिन मनचला भँवरा आ गया,
खिल उठी वो कली, पाया रूप नया,
पूछती थी कली, ये मूझे क्या हुआ,
फूल हँसा चुपके से,
प्यार हुआ चुपके से…
मैंने बादल से कभी, ये कहानी थी सुनी,
परबतों की इक नदी, मिलने सागर से चली,
झूमती, घूमती, नाचती, डोलती,
खो गयी अपने सागर में जा के नदी,
देखने प्यार की ऐसी जादूगरी,
चाँद खिला चुपके से,
प्यार हुआ चुपके से…
આર્ટિકલ:
મૌલિક સી. જોશી