ગુજરાતી સિનેમાના સિતારા મલ્હારનો જન્મદિવસ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

‘નિખીલીયા…..ટોપા….હલકા…’ આવા ડાયલોગ બોલાય એટલે છેલ્લો દિવસનો વિકીડો યાદ આવે. છેલ્લો દિવસનો એ વિકીડો એટલે આપણો મલ્હાર ઠાકર. ગુજરાતમાં ભાગ્યે જ કોઇ એવુ હશે જે મલ્હાર ઠાકરને  ના ઓળખતુ હોય. આજે ગુજરાતી સિનેમાના અભિનેતા મલ્હાર ઠાકરનો જન્મ દિવસ છે. મલ્હાર ગુજરાતી સિનેમાનો ચળકતો સિતારો  છે.

જન્મદિવસ પર મલ્હારને આખા ગુજરાતમાંથી શુભકામના મળશે. ગુજરાતી નાટકથી પોતાની કરિયર શરૂ કરનાર મલ્હારનું નામ આજે ગુજરાતી સિનેમાના ટોપ સ્ટારમાં થાય છે. છેલ્લો દિવસ ફિલ્મથી મળેલી સફળતા બાદ મલ્હારે ક્યારેય પાછુ વળીને જોયુ નથી.

છેલ્લો દિવસ, થઇ જશે, કેશ ઓન ડિલિવરી, લવની ભવાઇ, મિજાજ, ફિલ્મ દ્વારા સફળતાના શિખરો સર કર્યા છે. હાલમાં મલ્હાર તેની આગામી ફિલ્મ સાહેબ અને શરતો લાગૂના શૂટિંગમાં વ્યસ્ત છે. મલ્હાર ખૂબ સરળ અને ખુશમિજાજી વ્યક્તિ છે. ટોચનો એક્ટર હોવા છતાં તે મસ્ત રહે છે. ક્યારેય તેના ફેન્સને પોતાની સાથે સેલ્ફી લેવા માટે ઇન્કાર પણ નથી કરતો.

વેલ, મલ્હાર હેપ્પી બર્થ ડે..!!

Share This Article