જાણો કઇ કંપની દ્વારા ગેમિંગના શોખીનો માટે લોંચ કરવામાં આવ્યા નવા લેપટોપ્સ
ખબરપત્રીઃ દિલ્હીઃ પોતાના ગેમિંગ લેપટોપ્સને કારણે દુનિયાભારમાં પ્રખ્યાત કંપની MSI (એમએસઆઇ)એ ભારતમાં GV62 સીરીઝના નવા લોપટોપ્સ રજૂ કર્યા છે. જેની કિંમત રૂ. ૭૯,૯૯૦ થી લઇને રૂ. ૧,૧૯,૯૯૦ સુધીની રાખવામાં આવી છે. આ લેપટેપ્સને ૨ વર્ષની વોરંટી સાથે ઓનલાઇન વેચાણ માટે ઉપલબ્ધ કરવામાં આવી રહ્યાં છે. નાતાલની ઉજવણીને ધ્યાનમાં રાખીને સાથે ભેટ પણ આપી રહ્યાં છે, જે ૩૧ ડીસેમ્બર પહેલા ખરીદનારને મળી શકે છે.
MSI GV62 7RD લેપટોપઃ
લેટસ્ટ વિંડોઝ ૧૦ પર આધારિત 15.6-inch (full HD anti-glare) આ લેપટોપ્સમાં કંપની ઇંટેલ કોર i5 7th જનરેશન પ્રોસેસર આપવામાં આવ્યું છે, જે વધુ મેમરી વાળી એપ્સને સરળતાથી પ્રોસેસ કરવામાં મદદ કરે છે. મેમરીના વાત કરવામાં આવે તો આમાં ૮જીબી રેમની સાથે ૧ ટીબીની સ્ટોરેજ લાગેલી છે. જે આપને ડેટા, સોંગ્સ અને મૂવીઝને સ્ટોર કરવામાં મદદ કરશે. આકર્ષણની બાબતમાં તેમાં રેડ બેકલાઇટથી સજ્જ કીબોર્ડ આપવામાં આવ્યું છે.
MSI GV62 7RE લેપટોપઃ
લેટસ્ટ વિંડોઝ ૧૦ પર આધારિત 15.6-inch (full HD anti-glare) આ લેપટોપ્સમાં કંપની ઇંટેલ કોર i7 7th જનરેશન પ્રોસેસર આપવામાં આવ્યું છે, જે વધુ મેમરી વાળી એપ્સને સરળતાથી પ્રોસેસ કરવામાં મદદ કરે છે. મેમરીના વાત કરવામાં આવે તો આમાં ૪જીબી આપવામાં આવેલી છે. જે આપને ડેટા, સોંગ્સ અને મૂવીઝને સ્ટોર કરવામાં મદદ કરશે.
MSI GV62VR 7RF લેપટોપઃ
લેટસ્ટ વિંડોઝ ૧૦ પર આધારિત 15.6-inch (full HD anti-glare) આ લેપટોપ્સમાં કંપની ઇંટેલ કોર i7 7th જનરેશન પ્રોસેસર આપવામાં આવ્યું છે, જે વધુ મેમરી વાળી એપ્સને સરળતાથી પ્રોસેસ કરવામાં મદદ કરે છે. આ સિવાય તેમાં GV62VR 7RF 1060 GPU અને 6G GDDR5 VRAM આપવામાં આવ્યું છે, જે તમામ પ્રકારની હાઇ એંડ ગેમ્સને પ્લે કરવામાં મદદ કરશે.