સઉદી અરામકો અને એડનોકે મહારાષ્ટ્રના રત્નાગીરીમાં એકીકૃત રિફાઇનરી તથા પેટ્રોરસાયણ પરિસરને સંયુક્ત રીતે વિકસિત અને નિર્મિત કરવા માટે આજે એમઓયૂ પર હસ્તાક્ષર કર્યા છે. આ યોજના રત્નાગીરી રિફાઇનરી તથા પ્રેટ્રોકેમિક્લસ લિમિટેડ (આરઆરપીસીએલ) દ્વારા અમલ કરવામાં આવશે.
આ એમઓયૂ સઉદી અરામકોના પ્રેસીડેંટ તથા સીઇઓ અમીન એચ. નસીર અને સંયુક્ત અરબ અમીરાત (યૂએઈ)ના સ્ટેટ મંત્રી તથા એડનોક ગ્રુપના સીઆઓ સુલ્તાન અહમદ અલ જબેર વચ્ચે સ્થાપિત કરવામાં આવશે. ભારતની સત્તાવાર મુલાકાત પર આવેલા સંયુક્ત અમીરાતના વિદેશ તથા આંતરરાષ્ટ્રીય સહયોગ મંત્રી માનનીય શેખ અબ્દુલ્લા બિન જાયેદ બિન સુલ્તાન અલ મહયાન અને ભારત સરકારના પેટ્રેલિયમ તથા પાકૃતિક ગેસ અને કૌશલ્ય વિકાસ તથા ઓદ્યોગિક મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને તેના પર હસ્તાક્ષરના સાક્ષી બન્યા.
ઉપર જણાવેલ મેગા રિફાઇનરી દરરોજ ૧.૨ બેરલ કાચા તેલ (૬૦ મિલિયન મેટ્રિક ટન વાર્ષિક)નું પ્રોસેસિંગ કરવામાં સક્ષમ હશે. આ રિફાઇનરી બીએસ- VI ઇંધણ ક્ષમતા માપદંડો પર ખરી ઊતરનાર પેટ્રોલ તથા ડીઝલ સહિત અનેક રિફાઇન્ડ પ્રેટ્રોલિયમ ઉત્પાદનોનું ઉત્પાદન કરશે. આ રિફાયનરી તે એકીકૃત પેટ્રોસરાયણ પરિસર માટે આવશ્યક કાચો માલ પણ ઉપલબ્ધ કરાવશે, જે દર વર્ષે લગભગ ૧૮ મિલિયન ટન પ્રેટ્રોરસાયન ઉત્પાદનોનું ઉત્પાદન કરવામાં સક્ષમ હશે.
આરઆરપીસીએલની ગણતરી વિશ્વની સૌથી મોટી પરિશોધન તથા પેટ્રેરસાયણ યોજનાઓમાં થશે અને તેની ડિઝાઇનિંગ કંઇક એવી રીતે કરવામાં આવશે, જેથી તે ભારતમાં ઝડપથી વધતી ઈંધણ તથા પેટ્રોરસાયણ માંગને પૂરી કરવામાં સમર્થ બનશે. આ યોજના પર લગભગ ૩ લાખ કરોડ રૂપિયા (૪૪અરબ અમેરિકી ડોલર)નો ખર્ચ આવશે.
આરઆરપીસીએલ એક સંયુક્ત સાહસ કંપની છે, જેની રચના આઈઓસીએલ, બીપીસીએલ અને એચપીસીએલ વચ્ચે ૫૦:૨૫:૨૫ ટકાની ઇક્વિટી ભાગીદારીની સાથે ૨૨ સપ્ટેમ્બર, ૨૦૧૭ના રોજ થઇ હતી.
આ રણનીતિક ભાગીદારીથી વિશ્વ ભરમાં પોતાની વાણિજ્યિક ઉપસ્થિતિ નોંધાવનાર આ તેલ કંપનીયોની ક્રૂડ (કાચુ તેલ) પૂરવઠો, સાધન, ટેકનોલોજી, અનુભવ તથા વિશેષજ્ઞતા એકજુટ થઇ ગઇ છે.
સઉદી અરામકોએ ૧૬માં આંતરરાષ્ટ્રીય ઊર્જા ફોરમ મંત્રીસ્તરના શિખર સંમ્મેલન ખાતે ૧૧ એપ્રિલ, ૨૦૧૮ના રોજ ભારતીય કંસોર્ટિયમની સાથે એક એમઓયૂ પર હસ્તાક્ષર કરી આ યોજના સાથે પોતાના જોડાણ સુનિશ્ચિત કર્યું હતું.