ખેડૂતો સોલર ઉર્જાથી વિજળી મેળવે તેવી સરકાર એક યોજના લાવી રહ્યું છે. જે અંતર્ગત સરકાર ખેડૂતો પાસેથી સૌર ઉર્જાની ખરીદી પણ કરશે. આ યોજનાને અતિ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે આ પ્રેસ કોન્ફરન્સમાં ઉર્જામંત્રી સૌરભ પટેલ, ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા સહિતના નેતાઓ અહીં હાજર રહ્યા હતા.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ યોજના વિષે જણાવતા કહ્યું હતું કે આ એક ક્રાંતિકારી યોજના છે અને તેનાથી ખેડૂતોની સમસ્યાઓ દૂર થશે તથા ખેડૂતોની આવક આ યોજનાથી બમણી થશે. એ સિવાય આ યોજના પર્યાવરણીય હોવાથી ખેડૂતોને વીજળીની જરૂર ના રહેતા સોલાર પાવર પર આધારિત હોવાથી ખેડૂતોની બચત વધશે અને વધુ વીજળીનો વપરાશ પણ ખેડૂત કરી શકશે.