લસણનું સેવન કરવાથી ખૂબ જ ફાયદા થાય છે તે આપણે સૌ જાણીએ છીએ. પરંતુ જો તેને રોસ્ટ કરીને સેવન કરવામાં આવે તો પુરૂષો માટે તે ખૂબ જ ફાયદાકારક રહે છે. આયુર્વેદ પણ તેને સંમતિ આપે છે અને તેના ધણા ફાયદા દર્શાવવામાં આવ્યા છે.
ભારત દેશમાં વિવિધ પ્રકારે રસોઇમાં લસણનો ઉપયોગ કરવામાં આવે છે, કોઇ લસણને ચટણી સ્વરૂપે તો કોઇ શાકમાં વઘાર સ્વરૂપે કરે છે. પરંતુ ખૂબ જ ઓછા લોકો જાણે છે કે લસણનો ઉપયોગ રોસ્ટ કરીને પણ કરવામાં આવે છે અને તે ખૂબ જ લાભકારક સાબિત થાય છે. ખાસ કરીને પુરૂષો માટે.
લસણમાં મળી આવતા તત્વોમાં એલીસિનનો પણ સમાવેશ થાય છે. આ કારણે જ તે એંટી બેક્ટીરિયલ, એંટી-ઓક્સીડેંટ અને એંટી-ફેંગલ ખૂબી ધરાવે છે. લસણ પર કરવામાં આવેલ સંશોધન એ સાબિત કરે છે લસણમાં ફાઇટોકેમિકલ્સની ઉપસ્થિતિ પુરૂષો માટે આર્શીવાદ સાબિત થાય છે.
આજ કારણોસર લસણનું રાત્રે સેવન કરવું એ પુરૂષો માટે લાભાકારક સાબિત થાય છે, તેમ આયુર્વેદના ડોક્ટર્સ પણ જણાવે છે. આ રહ્યાં ફાયદા…
- દાંતના દર્દમાં અસરકારક:
જો દાંતમાં દર્દ થતું હોય તો રોસ્ટેડ લસણને પીસીને દાંતો પર મૂકી દો અને તેમાથી તરત જ આરામ મળે છે. આ માટે કાચા લસણનો પણ પ્રયોગ કરી શકાય છે. આ રીતે લસણથી દાંતના દર્દમાં રાહત મળી શકે છે. - હૃદય માટે ફાયદાકારક:
શેકેલું (રોસ્ટેડ) લસણ રક્તચાપને (બ્લડ પ્રેશર)ને પણ કંટ્રોલ કરે છે. લસણનું સેવન જે દર્દીઓને હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તેમના માટે ફાયદાકારક સાબિત થાય છે, કારણ કે તે રક્તચાપને ઓછુ રાખે છે. - સેક્સ હોર્મોન બનાવવામાં ઉત્તમ:
લસણમાં એલીસિન નામનો પદાર્થ હોય છે જે પૌરૂષત્વને ફાયદો આપે છે. પુરૂષોના મેલ હોર્મોન એટલે કે સેક્સ હોર્મોનને સંતુલિત રાખે છે. લસણમાં સેલિનિયમની ઉચ્ચ માત્રા અને વિટામિન્સ જોવા મળે છે જે સ્પર્મની ગુણવત્તાને સુધારે છે. - કેંસર સામે આપે છે લડત:
લસણના સેવનથી શરીરમાં ગરમાવો આવી જાય છે જે ઠંડીની ઋતુમાં પણ રક્ષણ પુરૂં પાડે છે. લસણ કેંસર સામે લડત આપવા માટે પણ અસરકારક સાબિત થાય છે તેમ માનવામાં આવે છે. ખાસ કરી પ્રોસ્ટ્રેટ અને બ્રેસ્ટ કેંસરમાં લસણનું સેવન લાભકારક રહે છે.