ગુજરાતની હિરા નગરી એટલ સુરત. સુરત ફરી એક વાર ગિનીસ બુક ઓફ વર્લ્ડમાં સ્થાન પામ્યુ છે. આ વખતે સુરતની એક વિંટી ગિનીસ બૂકમાં સ્થાન પામી છે. એક વેપારીએ 6690 હિરાની એક વિંટી બનાવી છે. જેની કિંમત 24 કરોડ રૂપિયા છે.
સુરતના એક વ્યાપારી વિશાલ અગ્રવાલ નું કહેવું છે કે, ભારતને વિશ્વસ્તર પર ઓળખાણ અપાવવી એ જ ઇરાદાથી આ વિંટી બનાવવામાં આવી છે. આ વિંટીની ડિઝાઇન વિશાલ ભાઇની પત્નીએ બનાવી છે. આ લોટસ આકારની વિંટી બનાવવા માટે 20 કારીગરની જરૂર પડી હતી.
હિરાને લોટસ આકાર આપવા માટે પહેલા કોમ્યુટર ડિઝાઇન બનાવવી પડી હતી. બાદમાં તેની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. એક વર્ષના સમય પછી આ વિંટી તૈયાર થઇ હતી. 18 કેરેટ ગોલ્ડની આ વિંટી બનેલી છે. જેનુ વજન 58 ગ્રામ છે. 6 તોલાની આ વિંટી છે.
આ વિંટી દ્વારા વિશ્વસ્તર પર ભારતને ઓળખાણ અપાવવી તે જ વિશાલ અગ્રવાલનું સ્વપ્ન છે. હવે આ વિંટીને ગિનીસ બૂક ઓફ વર્લ્ડમાં સ્થાન મળી ગયુ છે.