ગણતંત્ર દિવસ ૨૦૧૯ના પ્રસંગે જાહેર થનારા પધ્મ પુરસ્કારો માટે ઓનલાઇન નામાંકનની અંતિમ તારીખ ૧૫ સપ્ટેમ્બર, ૨૦૧૮ છે. પહેલા જ વેબસાઇટ પર ૧૬૫૪ રજીસ્ટ્રેશન થઇ ચૂક્યા છે. તેમાંથી ૧૨૦૭ નામાંકન કે ભલામણ રજીસ્ટેર્શન શરૂ થવાની તારીખ ૧ મે, ૨૦૧૮થી પુરી કરવામાં આવી છે.
વ્યાપક વિચારમાં મદદ માટે કેન્દ્રિય મંત્રાલયો કે વિભાગો, રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ સરકારો, ભારત રત્ન અને પદ્મ વિભૂષણથી બહુમાનિત હસ્તિયો, અન્ય સંસ્થાઓ વગેરે અનેક સ્ત્રોતો પાસેથી નામાંકન મંગાવવામાં આવ્યા છે. ગૃહ મંત્રાલયે ૨૫ એપ્રિલ, ૨૦૧૮ના રોજ પોતાના સૂચના પ્ત્રમાં આ તમામ પાસેથી પ્રતિભાશાળી વ્યક્તિયોની ઓળખ માટેનો અનુરોધ કરવામાં આવ્યો, જેઓની ઉત્કૃષ્ટતા અને ઉપલબ્ધિયો માન્યતા યોગ્ય થે તથા તેમના પક્ષમાં યોગ્ય નામાંકનનો અનુરોધ કરવામાં આવ્યો છે.
પદ્મ પુરસ્કારોમાં પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ તથા પદ્મ શ્રી દેશના સર્વોચ્ચ નાગરિક સમ્માન છે. આ સમ્માન ૧૯૫૪માં શરૂ કરવામાં આવ્યા હતા અને આ સમ્માનોની જાહેરાત દર વર્ષે ગણતંત્ર દિવસે કરવામાં આવે છે. આ પુરસ્કાર વિશિષ્ટ કાર્યને માન્યતા આપે છે અને કળા, સાહિત્ય તથા શિક્ષા, રમત, ચિકિત્સા, સામાજિક કાર્ય, વિજ્ઞાન તથા એન્જિનીયરિંગ, લોક કાર્ય, સિવિલ સર્વિસ, વેપાર તથા ઉદ્યોગ વગેરે ક્ષેત્રમાં વિશિષ્ટ અને અસાધારણ સિદ્ધિઓ કે સેવા માટે આપવામાં આવે છે.
જાતિ, વ્યવસાય, હોદ્દા અને લિંગના આધારે ભેદભાવ કર્યા વગર તમામ વ્યક્તિ આ પુરસ્કારને પાત્ર છે. પદ્મ વિભૂષણ અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે આપવામાં આવી છે. ઉચ્ચ સ્તરની વિશિષ્ટ સેવા માટે પદ્મ ભૂષણ આપવામાં આવે છે અને કોઇપણ ક્ષેત્રમાં વિશિષ્ટ સેવા માટે પદ્મ શ્રી પુરસ્કાર આપવામાં આવે છે.