કુમકુમ મંદિર ખાતે ચાલી રહેલા નવપારાયણ ચાલી રહ્યા છે. ૧૧ જૂનના રોજ શ્રી સ્વામિનારાણ મંદિર- કુમકુમ- મણિનગર ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનને ફૂલોના વિશિષ્ટ શણગાર ધરાવવામાં આવ્યા હતા.
આ પ્રસંગ્રે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ સુખી થવું હોય તો જીવનમાં ભગવાનને પ્રાધાન્ય આપવું જોઇએ એ વિષય પર પ્રવચન આપતા જણાવ્યું કે, જો જીવનમાં સુખી થવું હોય તો ભોજનને અને ભજનમાં પહેલા, ફોટામાં વચ્ચે અને કજીયામાં છેલ્લા રેહવું જોઇએ. હવે તો ઘણા માણસોને માથે ધોળાવાળ આવી ગયા છે તેમને તો ખાસ ચેતી જવાની જરૂર છે. દશરથ રાજાને માથે એક ધોળોવાળ દેખાયો અને તરત તેમણે રાજ્યનો ત્યાગ કરને પુત્રોને ગાદીએ બેસાડવાનું નક્કી કર્યું હતું. દોળાવાળ જેવો કઓઇ ઉપદેશ નથી. જો યુદ્ધમાં દોળી ઘજા ફરકે તો યુદ્ધ વિરામ થાય છે. જો ભોજનમાં સફેદ ભાત પારસવાનું શરૂ થાય તો ભોજન વિરામ સમજાય છે. તો માથા ઉપર સફેદ વાળ આવે ત્યારે ભોગવિરામ કેમ આપણને નથી સમજાતું? સાવધાન થઇ જવાની જરૂર છે.
જીવનમાં સુખી થવું હોય તો યાદ રાખો કે શાકમાં મીઠું ભૂલાવું ન જોઇએ, મીંડાની આગળ એકડો ભૂલવો ન જોઇએ, જાનમાં વરરાજા ભૂલાવા ન જોઇએ, તેમ જીવનમાં સુખી થવું હોય તો ભગવાન ભૂલવા ન જોઇએ.