ધડકનું ટ્રેલર થશે આ તારીખે રિલીઝ

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

ઇશાન ખટ્ટર અને જ્હાનવી કપૂરની ફિલ્મ ધડક લાંબા સમયથી ચર્ચામાં છે. ફિલ્મની ચર્ચા એટલા માટે વધારે થઇ રહી છે કે, શ્રીદેવીની દીકરી આ ફિલ્મ દ્વારા ડેબ્યુ કરી રહી છે. જ્હાનવી બોલિવુડમાં આવવા માટે ઘણા સમયથી સારી ફિલ્મની રાહ જોઇ રહી હતી. છેલ્લે ધડક ફિલ્મ પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો.

ઇશાન અને જ્હાનવીના રિલેશનશિપ વિષે ઘણી ચર્ચા થતી હોય છે. હવે આ અફવા છે કે હકીકત તે વાત બંને સિવાય કોઇ કહી શકે તેમ નથી. હાલમાં જ ધડકનું પોસ્ટર રિલીઝ થયુ છે. જે ખુબ જ સુંદર છે, અને તેમાં જ્હાનવી તથા ઇશાન રંગોથી રમતા નજરે ચડે છે. આનાથી સ્પષ્ટ થાય છે કે જ્હાનવી ફિલ્મમાં હોળીના ગીત પણ ગાશે. જ્હાનવીના ફિલ્મી કરિયરની હજૂ તો શરૂઆત પણ નથી થઇ છતાં તેની ફેન ફોલોઇંગ એક સક્સેસફૂલ એક્ટ્રેસ જેટલી જ છે.

મોસ્ટ અવેઇટેડ ફિલ્મ ધડકનું ટ્રેલર 11 જૂન એટલે કે સોમવારે રિલીઝ થશે. ફિલ્મના ટ્રેલરના ગ્રાંડ લોન્ચની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ફિલ્મના ટ્રેલર લોંચમાં પિતા બોની કપૂર, ખુશી કપૂર પણ હાજર હશે. કરણ જોહર જ જ્હાનવીને લોંચ કરશે. હવે ફિલ્મનું ટ્રેલર કેટલા રેકોર્ડ તોડશે તે ટ્રેલર રિલીઝ થયા બાદ જ ખબર પડશે.

Share This Article