મુંબઈ : અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડનાર દેશની પ્રથમ હાઈસ્પીડ બુલેટ ટ્રેનનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. બુલેટ ટ્રેનના રસ્તામાં આવનાર પુલ અને સુરંગની ડિઝાઇનના કામ સારીરીતે ચાલી રહ્યા છે. આના માટે જમીન અધિગ્રહણની પ્રક્રિયા શરૂ થઇ ચુકી છે.જાપાનના વડાપ્રધાન સિન્જાની સાથે વડાપ્રધાન મોદીએ પરિયોજનાનું શીલાન્યાસ કર્યા બાદ ૨૦૨૨ સુધી આને પૂર્ણ કરવામાં આવનાર છે. નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશનના એમડી અચલ ખરેએ કહ્યું છે કે, બુલેટ ટ્રેન યોજના પર કામ કરી રહેલા, દિલ્હી, મુંબઈ અને જાપાનના એન્જિનિયરો પુલ, બ્રિજ અને સુરંગો પર ૮૦ ટકા ડિઝાઇન કામ પૂર્ણ કરી લીધું છે.
સૂચિત રેલ કોરિડોર મુંબઈમાં બાંદરા-કુર્લાથી શરૂ થઇને અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન પર ખતમ થશે. રુટના સર્વે અને માટીની ચકાસણીનું કામ ચાલી રહ્યું છે. આ રુટ મહારાષ્ટ્રના ૧૦૮ ગામોમાંથી પસાર થશે. મોટાભાગના ગામ પાલગઢ જિલ્લામાં આવે છે. ભૂકંપ સંભવિત ક્ષેત્રમાં સિસ્મોમીટર્સ સ્થાપિત કરવામાં આવશે. વિન્ડ મોનિટર સિસ્ટમ પણ ગોઠવવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપનાની બુલેટ ટ્રેનને વહેલી તકે પાટા પર લાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સતત જારદાર કામગીરી ચાલી રહી છે. હવે ટુંક સમયમાં જ મુંબઇમાં બુલેટ ટ્રેનના માર્ગનુ નિર્માણ કામ શરૂ કરવામાં આવનાર છે. બુલેટ ટ્રેનને લઇને તમામ તૈયારી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. મુબઇ-અમદાવાદ વચ્ચે આ બુલેટ ટ્રેન દોડનાર છે. બુલેટ ટ્રેન દરરોજ ૭૦ સેવા આપનાર છે. જે પૈકી ૩૫ સેવા સાબરમતીથી શરૂ થઇને મુંબઇ પહોંચશે. પ્રોજેક્ટ આડેની તમામ અડચણો હવે દુર થઇ ચુકી છે.