9 વર્ષીય ગુજરાતી હેતાંશએ Google કોર્સમાં અને IBM પાયથનમાં મેળવી અદભુત સિદ્ધિ ..

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

મૂળ બાડાના હાલ અમદાવાદ સ્થિત એકલવ્ય સ્કૂલમાં અભ્યાસ કરતા 9 વર્ષના હેતાંશ પ્રતીકભાઇ હરિયાએ હંમેશા ડેટા સાયન્ટિસ્ટ તરીકેની કારકિર્દીનું સપનું જોયું છે. કોવિડ દરમિયાન તેમને હેલ્થ કેર વિભાગ માટે ખૂબ જ ખરાબ લાગ્યું કારણ કે તેઓ સંઘર્ષ કરી રહ્યા હતા અને તેમની પાસે મર્યાદિત અપગ્રેડેડ હેલ્થ કેર સિસ્ટમ્સ હતી.

હેતાંશ હરિયાએ જણાવ્યું હતું કે, ‘શ્રી પ્રણવ વર્માના માર્ગદર્શન હેઠળ જેઓ તેમની સફળતાનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. ગૂગલ સર્ટિફાઈડ કોર્સની તૈયારી લોકડાઉનમાં શરૂ કરી હતી પરંતુ લોકડાઉન સંપન્ન થયા બાદ સ્કૂલો શરૂ થઈ જતાં કોર્સની તૈયારી થઈ શકી નહીં જેથી ગત વર્ષથી તૈયારીઓ શરૂ કરી દીધી હતી. જેના માટે તે સ્કુલના અભ્યાસની સાથે દિવસમાં ૩ ત્રણ કલાક કોડિંગ શીખવા માટે કાઢતો હતો. તાજેતરમાં ગૂગલ સર્ટિફાઈડ કોર્સમાં 88.75% અને આઇબીએમ (IBM) પાયથન ડેવલપરમાં 93.40% માર્કસથી બે પ્રમાણપત્ર અભ્યાસક્રમો પૂર્ણ કર્યા છે. ગૂગલ પાયથન કોર્સ તેણે એક મહિના પહેલાં શરૂ કર્યો હતો અને 88.75 ટકા-માર્કસ મેળવીને બાડા ગામ અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. 4 મોડ્યુલ્સની પરીક્ષા 50 મિનિટ ચાલી હતી અને તેના પ્રશ્નો ગૂગલમાંથી સીધા આવ્યા હતા. પાયથન એવો પ્રોગ્રામ છે, જેનો ઉપયોગ નાનામાં નાની ગેમ ડેવલપ કરવામાં થાય છે. અને હવે હેલ્થ કેર વિભાગમાં ડેટા સાયન્ટિસ્ટ તરીકે કારકિર્દી બનાવવા માંગુ છું.”

Share This Article