ગાંધીધામના સેક્ટર ૨માં પ્લોટ નંબર ૪૧ ખાતે આવેલા બે માળના બંગલોમાં ઘર કામ માટે આવેલી મહિલનો ૯ વર્ષીય પુત્ર વિશાલ પ્રવીણ નાઈ ઘર અંદર રમત રમતમાં લિફ્ટની અંદર ચાલ્યો ગયો હતો, જ્યાં તેણે લિફ્ટની સ્વીચ દબાવી દીધા બાદ ગભરાઈ જતા બહાર તરફ નીકળવા જતા માથાના ભાગે ગંભીર ઇજા પામ્યો હતો. બનાવના પગલે તેની માતાએ બુમાબુમ કરી મૂકી હતી અને થોડીવાર માટે સાન ભાન ભૂલી ગઈ હતી.
ઘરમાં રહેતા અન્ય સભ્યો અને આસપાસના લોકો દોડી આવ્યા હતા. બાળકના સ્વજનને બોલાવી લેતા બાળકને સ્વજન વિષ્ણુભાઈ નાઈ પ્રથમ ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને બાદ આદિપુર રામબાગ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
આકસ્મિક બનાવથી ગરીબ પરિવારનો હસતો રમતો માસૂમ પુત્ર છીનવાઈ જતા આસપાસના લોકોમાં ભારે ગમગીની પ્રસરી જવા પામી છે. જાેકે હજુ સુધી આ ઘટનાની વિધિવત ફરિયાદ દાખલ થઈ શકી નથી.કચ્છની આર્થિક નગરી ગણાતા ગાંધીધામ શહેરમાં કઠોર હૃદયના માનવીનું પણ કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. જેમાં બે માળના બંગલો અંદર લાગેલી લિફ્ટ કામદાર મહિલાનાં પુત્ર માટે જીવલેણ સાબિત થઈ છે. શહેરના સેક્ટર ૨ ખાતે આવેલા પ્લોટ નંબર ૪૧ ખાતેના બંગલોમાં આ કરુણ બનાવ બન્યો હતો. જેમાં ઘરકામ કરવા આવેલી મહિલાનો પુત્ર રમત રમતમાં લિફ્ટ અંદર પહોંચી ગયો હતો અને સ્વીચ દબાવ્યા બાદ લિફ્ટમાં માથું ફસાઈ જતા ગંભીર રીતે ઘાયલ થયો હતો જેનું સારવાર મળે તે પહેલાજ મોત નીપજ્યું.