૮મી રાજ્ય કક્ષાની ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

કેન્દ્રીય જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ મંત્રાલય હેઠળના કેન્દ્રીય ભૂમિજળ બોર્ડ દ્વારા જળ સંરક્ષણ અને પ્રદૂષણ અંગે જાગૃતિ લાવવા માટે રાજ્ય કક્ષાની ચિત્ર સ્પર્ધાનું આજે સરદાર પટેલ સ્મારક ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

રાજ્યભરની શાળાઓમાંથી પસંદ કરાયેલા ૫૦૦ વિદ્યાર્થીઓએ આ ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો હતો. “પાણી બચાવો – જીવન સુરક્ષિત બનાવો” વિષય પર આયોજીત આ ચિત્ર સ્પર્ધામાં નિર્ણાયકો દ્વારા પ્રથમ, દ્વિતિય, તૃતિય અને ૧૦ આશ્વાશન ઈનામો જાહેર કરાયા હતા. ચિત્ર સ્પર્ધામાં ડોડિયા દેવાંશી પ્રથમ, પૃથ્વી રાજ સિંઘ દ્વિતિય અને હેત્વી શાહ તૃતિય ક્રમે આવ્યા હતા. આ વિજેતા વિદ્યાર્થીઓ માર્ચ ૨૦૧૮માં નવી દિલ્હીમાં રાષ્ટ્રીય સ્તરની ચિત્ર સ્પર્ધામાં ભાગ લેશે. આ ઉપરાંત “જળ સંરક્ષણ અને પ્રદૂષણ” વિષય પર જાણીતા કલાકાર રાજ નાયક દ્વારા ભવાઈની ભજવણી પણ કરવામાં આવી હતી.

KP.com Winner Painting Competition

ગુજરાત વિજ્ઞાન અને ટેકનોલોજી સોસાયટીના સલાહકાર અને સભ્ય સચિવ ડૉ. નરોત્તમ સાહુએ ઈનામ વિતરણ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. આ ઉપરાંત જાણીતા કલાકાર મહેન્દ્ર કડીયા, હાઈડ્રોલોજીસ્ટ પી. કે. જૈન સહિત વિભાગના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

Share This Article