વડોદરાઃ બીલિયન લાઈવ્ઝ ફાઉન્ડેશન દ્વારા બાળકોમાં કલાત્મકતા અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે ડ્રોઇંગ સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતુ. 5થી 15 વર્ષના વયજૂથ માટે યોજાયેલ આ સ્પર્ધામાં કુલ 88 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ ડ્રોઈંગ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક બાળકને તેમની ભાગીદારી માટે પ્રમાણપત્ર આપવામાં આવ્યું, જેનાથી બાળકોમાં આત્મવિશ્વાસ વધ્યો અને તેમને પોતાની કળા અંગે ગૌરવની લાગણી થઇ.
સર્જનાત્મકતાના આધારે પસંદ કરાયેલા પ્રથમ ત્રણ સ્થાનના વિજેતાઓને વિશેષ પ્રમાણપત્ર અને ભેટ પણ આપવામાં આવી હતી. આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ બાળકોના અંદર છુપાયેલી પ્રતિભાને બહાર લાવવો અને તેમને જાહેર પ્લેટફોર્મ પર રજુ થવાનો મોકો આપવાનો રહ્યો હતો.
બીલિયન લાઈવ્ઝ ફાઉન્ડેશન તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને સ્વયંસેવકોનો દિલથી આભાર માને છે જેમના સહકારથી આ સ્પર્ધા સફળતાપૂર્વક યોજાઈ.