અમદાવાદની ઇસનપુર વિસ્તારમાં 76માં સ્વતંત્રતા દિવસની ઉત્સાહભેર ઉજવણી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદઃ સમગ્ર દેશમાં સ્વતંત્રતા પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી. આઝાદીના અમૃતકાળમાં 76માં સ્વતંત્રતા પર્વની ઉજવણી દેશવાસીઓએ ઉત્સાહભેર કરી હતી. ત્યારે શહેરના ઇસનપુર વિસ્તારમાં મહાવીર સ્કૂલ સામે આવેલી જયશ્રી સોસાયટી વિભાગ-2 ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ઉપસ્થિત સોસાયટીના તમામ રહીશોએ ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.

Isanpur Mahasukh Darji August 2

આ પ્રસંગે ઈઆરપીએફના જવાનોને સમ્માનિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિતોએ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવતા સમગ્ર સોસાયટીનું વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયેલું જોવા મળ્યું હતુ. આ કાર્યક્રમમાં મહાસુખભાઈ દરજી સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા.  

Share This Article