૧૦ પૈકી ૭ કંપનીઓની મૂડી ૭૯૯૨૯ કરોડ વધી – રિપોર્ટ        

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

મુંબઈઃ શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ૧૦ ટોચની કંપનીઓ પૈકીની સાત કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્ત રીતે ૭૯૯૨૯ કરોડ રૂપિયાનો ઉમેરો થયો છે. આ કંપનીઓને તેમની માર્કેટ મૂડીમાં વધારો કરવામાં સફળતા મળી છે. જ્યારે ટીસીએસ, મારૂતી સુઝુકી અને કોટક મહિન્દ્રા બેન્કની માર્કેટ મૂડીમાં ઘટાડો થયો છે. બાકીની અન્ય સાત કંપનીઓની માર્કેટ મૂડીમાં વધારો થયો છે. આરઆઈએલ, એચડીએફસી બેંક, એસબીઆઈની માર્કેટ મૂડીમાં શુક્રવારના દિવસે પુરા થયેલા સપ્તાહ દરમિયાન ઉલ્લેખનિય વધારો થયો છે.

આઈટીસીની માર્કેટ મૂડીમાં સૌથી વધુ ૩૫૧૨૯.૭૨ કરોડ રૂપિયાનો વધારો થયો છે. આની સાથે તેની માર્કેટ મૂડી વધીને ૩૬૯૨૫૯ કરોડ રૂપિયા થઈ ગઈ છે. છેલ્લા સપ્તાહમાં ટોચની ૧૦ કંપનીઓ પૈકીની તેની માર્કેટ મૂડીમાં સૌથી વધુ વધારો થયો હતો. આ ઉપરાંત એસબીઆઈની માર્કેટ મૂડીમાં આ ગાળા દરમિયાન ૨૨૮૯૧.૫૭ કરોડનો વધારો થયો છે. આની સાથે જ તેની માર્કેટ મૂડી વધીને ૨૫૫૭૮૮.૬૮ કરોડ થઈ ગઈ છે.

એચડીએફસી અન%

Share This Article