અમદાવાદ: ભારતની અગ્રણી યુવા એનજીઓ યુવા અનસ્ટોપેબલની મદદથી અદાણી શાંતિગ્રામની બેલવેડેર ગોલ્ફ ક્લબમાં 23મી સપ્ટેમ્બરે સુપર મોટર ડ્રાઈવ 2018ની 6ઠ્ઠી આવૃત્તિ ડ્રીમ જોય રાઈડ યોજાઈ રહી છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલ વિશ્વ મૂક–બધિર દિનની ઊજવણીની આ એક રીત છે.
સુપર મોટર ડ્રાઈવનો પ્રાથમિક હેતુ ગરીબ બાળકોને આનંદિત યાદગાર ક્ષણો આપવાનો છે. આ બાળકો માત્ર ફિલ્મો અને મેગેઝીન્સમાં જ આ કાર્સ અને બાઈક્સનું સપનું જોઈ શકે છે. આમ કરવાથી તેઓ તેમના સપનાની કાર્સ અને બાઈક્સ પ્રત્યક્ષરૂપે જોઈ /અનુભવી શકશે અને તેમાં રાઈડ કરી શકશે, તેનાથી તેમના ચહેરા પર સ્મિત આવી જશે અને થોડોક સમય તેઓ તેમનું સપનું સાકાર થયાનો અનુભવ કરશે. આ અનુભવને નિશ્ચિતપણે તેઓ આજીવન વાગોળ્યા કરશે. સુપર મોટર ડ્રાઈવ એક બિન-નફાકારક કાર્ય છે, જે ગરીબ અને દિવ્યાંગ બાળકો માટે આનંદની ક્ષણો લઈ આવવા માટે પ્રત્યેક વર્ષે યોજાય છે.
સુપર મોટર ડ્રાઈવના સ્થાપક આયુષ અગ્રવાલનું માનવું છે કે આ પ્રકારના કાર્યથી બાળકો તેમની દૈનિક સમસ્યાઓ ભૂલી જશે અને તેના બદલે આ સુપરકાર્સ અને સુપરબાઈક્સમાં રાઈડનો આનંદ માણશે. તેમની ડ્રીમ કાર અથવા બાઈકમાં રાઈડિંગ બાદ બાળકોના ચહેરા પર દેખાતો આનંત અવર્ણનીય હોય છે.
ફેરારી, લેમ્બોર્ગિની, મસેરાટી, રોલ્સ–રોયસ, પોર્શ, મર્સિડીસ, બીએમડબલ્યુ, ઑડી, વોલ્વો, જગુઆર અને લેન્ડરોવર જેવી પ્રખ્યાત કાર બ્રાન્ડ્સના માલિકો આ બાળકોને પૂર્વનિર્ધારિત માર્ગ પર આ જોય રાઈડ પર લઈ જશે. એ જ રીતે, હાર્લી ડેવિડસન, ટ્રમ્ફ, ઈન્ડિયન મોટરસાઈકલ, ડુકાટી, કાવાસાકી, બીએમડબલ્યુ મોટોરેડ જેવી સુપરબાઈક્સના માલિકો કારના બદલે બાઈક રાઈડિંગનો આનંદ માણવા ઈચ્છતા બાળકોને સવારી કરાવશે.
યુવા અનસ્ટોપેબલના સ્થાપક અમિતાભ શાહનું માનવું છે કે સુપરકાર અથવા સુપરબાઈકના માલિકો અને ગરીબ બાળકો 2 ક્લાક સાથે પસાર કરશે અને એકબીજાના દૈનિક જીવનના પડકારો અંગે જાણશે. આ પડકારો બંને માટે પ્રેરક હશે ! આ સાથે તેમની વચ્ચે એવા સંબંધો સર્જાશે, જે તેમને માત્ર આ જોય રાઈડથી આગળ લઈ જશે અને તેઓ એકબીજાનો સંપર્ક જાળવી રાખશે.
આ વર્ષે સુપર મોટર ડ્રાઈવે તારા ફાઉન્ડેશન સાથે જોડાણ કર્યું છે. તારા ફાઉન્ડેશન કચ્છ, અમદાવાદ, આણંદ અને પાટણ, ગોધરા, દાહોદ, ગાંધીનગર, વડોદરામાં નવજાત બાળકોમાં પહેરાશના નિદાન અને મુખ્ય પ્રવાહમાં તેમના પુનઃવસન માટે સમર્પિત છે.
અદાણી રિયલ્ટીના સેલ્સ અને માર્કેટિંગ (પશ્ચિમ)ના વીપી ધર્મેશ શાહે જણાવ્યું હતું કે, ‘શાંતિગ્રામમાં આનંદ-પ્રમોદના વિશેષ દિન માટે બાળકોને આવકારતા અમને ખૂબ જ આનંદ થાય છે. દરેક વ્યક્તિને તેમનું જીવન જીવવાનો અધિકાર છે અને આ બાળકો તેના હકદાર પણ છે. આ ખૂબ જ સારી પહેલ છે અને અમારી ટાઉનશિપમાં આ કાર્યક્રમના આયોજનથી આગળ અમારી નજર છે.’
જેડબ્લુ, રેડ એફએમ, જીપ્સી ઈવેન્ટ્સ, પરફેક્ટ રિલેશન્સ, કેકટસ ક્રિએટીવ્સ, પટેલ પ્રિન્ટિંગ પ્રેસ, બ્રાઉની પોઈન્ટ, ગંગા ઓટો ગ્રૂપ, રોયલ ક્વૅસ્ટ, ઈન્ડિયન મોટરસાઈકલ્સ, બીએમડબલ્યુ મોટોરેડ, હાર્લી ડેવિડસન માલિક જૂથ, ટ્રમ્ફ મોટરસાઈકલ્સ, કેકટસ સ્ટુડિયો, ટીમએસએસઆઈએ, ફિટ ફોર્મેન્સ જેવી કંપનીઓ પણ આ કાર્યક્રમની ગૌરવશાળી ભાગીદાર છે.