ડિસ્કાઉન્ટ બ્રોકર 5પૈસા.કોમ ૪,૦૦૦ કંપનીઓ પર સંશોધન પ્રદાન કરનાર ભારતની એકમાત્ર બોક્રર બની ગયું છે. મુંબઇ સ્થિત 5પૈસાએ સંશોધન સેવાઓ પ્રદાન કરવા માટે વૈશ્વિક શંસોધન કંપની માર્કેટસ્મિથ સાથે એક્સક્લુસિવ ટાઇ-અપ કર્યું છે. માર્કેટસ્મિથ સ્ટોક સંશોધન પ્રદાન કરનાર અમેરિકા સ્થિત ૮૫ વર્ષ જુની પેઢી છે.
5પૈસા.કોમ દ્વારા કરવામાં આવેલા આ કરારથી ગ્રાહકોને પ્રોપરાયટરી રિસર્ચ ટેકનોલોજી, કેસ્લિમના સહયોગ સાથે રોકાણકારોને સ્ટોક ભલામણ તથા મોડલ પોર્ટફોલિયો જેવી સર્ચ સર્વિસીસ ઉપલબ્ધ થાય છે. 5પૈસા ગ્રાહકોને વાર્ષિક ૧૧,૦૦૦ રૂપિયામાં વિશ્વસ્તરીય સર્ચ ઉપલબ્ધ થાય છે.