અફઘાનિસ્તાનમાં 4.9 તીવ્રતાનો ભૂકંપથી ભયનો માહોલ, લોકો ઘરની બહાર દોડી આવ્યાં

Rudra
By Rudra 1 Min Read

કાબુલ : અફઘાનિસ્તાનમાં ફરી એકવાર ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, શુક્રવારે (21 ફેબ્રુઆરી) રાત્રે અફઘાનિસ્તાનમાં 4.9 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો છે. મોડી રાત્રે આવેલા આ ભૂકંપના કારણે અનેક લોકો ઘરની બહાર દોડતા જોવા મળ્યા હતા. જો કે હજુ સુધી કોઈ નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આ ભૂકંપ રાત્રે 1 વાગે આવ્યો હતો અને તેની ઊંડાઈ 160 કિમી હતી.

9 ફેબ્રુઆરીએ અફઘાનિસ્તાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.1 માપવામાં આવી હતી. આ ભૂકંપ પૃથ્વીમાં 255 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયો હતો. ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો ગભરાઈને પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા હતા, જો કે જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ મળ્યા નહોતા.

અફઘાનિસ્તાનમાં વારંવાર ભૂકંપ આવવાનું મુખ્ય કારણ તેનું ભૌગોલિક સ્થાન છે. આ પ્રદેશ હિંદુ કુશ પર્વતમાળાની નજીક આવેલો છે, જ્યાં યુરેશિયન અને ભારતીય ટેકટોનિક પ્લેટો અથડાય છે. આ પ્લેટોની અથડામણ ભૂસ્તરીય તણાવ પેદા કરે છે. હિન્દુકુશ પ્રદેશ ઊંડા અને છીછરા બંને પ્રકારના ભૂકંપનો અનુભવ કરે છે, જે ચમન ફોલ્ટ જેવી સબડક્શન અને સક્રિય ફોલ્ટ લાઇનોને કારણે થાય છે. પહાડી વિસ્તાર હોવાને કારણે ભૂસ્ખલન અને જાન-માલના નુકસાનનું જોખમ પણ વધે છે. આ કારણોસર અફઘાનિસ્તાન ભૂકંપની દૃષ્ટિએ સંવેદનશીલ વિસ્તાર છે.

Share This Article