રાજયના ૩૫ તાલુકાઓમાં નોંધનીય વરસાદ : ડભોઈમાં ત્રણ ઈંચથી વધુ વરસાદ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

રાજયમાં વરસી રહેલા વરસાદે વરસાદી માહોલ વચ્ચે છેલ્લા ચોવીસ કલાકમાં ૩૫ તાલુકાઓમાં નોંધનીય વરસાદ વરસ્યો છે. જેમાં વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં ૮૦ મી.મી. એટલે કે ત્રણ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા.૨૫-૦૭-૨૦૧૮ને સવારે ૭.૦૦ કલાકે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન સંખેડા તાલુકામાં ૫૮ મી.મી., નીઝરરમાં ૫૨ મી.મી., નાંદોદમાં ૪૮ મી.મી. અને ભરૂચમાં ૪૭ મી.મી. મળી કુલ ચાર તાલુકાઓમાં બે ઈંચ અને ગરૂડેશ્વર, કુંકરમુંડા, જેતપુર-પાવી, સાગબારા, નેત્રંગ, ડેડીયાપાડા, તીલકવાડા, અંકલેશ્વર, વાલીયા, સુબીર, બોડેલી, નસવાડી અને વઘઈ મળી કુલ ૧૩ તાલુકાઓમાં એક ઈંચ અને અન્ય નવ તાલુકાઓમાં અડધો ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. આ સાથે મોસમનો કુલ સરેરાશ વરસાદ ૫૩.૮૯ ટકા જેટલો નોંધાયો છે.

Share This Article