નવસારીના ચીખલીમાં રખડતા ઢોરોનો ત્રાસ સામે આવ્યો છે. ચીખલીના બજારમાં આખલાઓના ટોળાએ આતંક મચાવ્યો હતો. આખલા બજારમાં આવેલી એક દુકાનમાં ઘૂસી ગયા હતા. દૃશ્યોમાં જોઇ શકાય છે કે ત્રણ આખલા બજારમાં આવેલી ફૂલહારની એક દુકાનમાં ઘૂસી ગયા હતા. તેમજ અન્ય ઢોરો પણ દુકાન ઘેરીને ઉભા દેખાય છે. જો કે ઘણી મુશ્કેલી બાદ વેપારીએ સતર્કતાથી આખલાને બહાર કાઢ્યા હતા.પરંતુ અવારનવાર બજારમાં રખડતા ઢોરના ત્રાસથી વેપારીઓ અને સ્થાનિકો પરેશાન થઇ ગયા છે. સ્થાનિકોએ માગ કરી છે કે પંચાયત દ્વારા રખડતા ઢોરો સામે કાર્યવાહી કરવામાં આવે છે. નહીંતર રખડતા ઢોરોના કારણે ઘણી દુર્ઘટના સર્જાઇ શકે છે. જો તંત્ર દ્વારા કોઇ નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે તો કોઇ વ્યક્તિનો જીવ પણ જઇ શકે છે.