Ahmedabad : કાળી ચૌદસના પાવન અવસરે રાંચરડા સ્થિત શ્રી સંકટમોચન હનુમાન નીબ કરૌરી બાબા મંદિરમાં 7 નવેમ્બર 2026ના રોજ વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
મંદિરના સંસ્થાપક ડૉ. પ્રવીણ ગર્ગના જણાવ્યા અનુસાર, કાર્યક્રમમાં સાંજે 4 વાગ્યે હવન, 6:15 વાગ્યે હવનની પૂર્ણાહુતિ, 6:45 વાગ્યે મહાઆરતી અને 7 વાગ્યે પ્રસાદ વિતરણ કરવામાં આવશે.
આ ભારતનું ચોથું એવું દિવ્ય મંદિર છે, જ્યાં હનુમાનજી વિશ્રામ અવસ્થામાં બિરાજમાન છે. બે વર્ષ પહેલાં શ્રી નીબ કરૌરી બાબાના આશીર્વાદથી મંદિરની ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
મંદિર હાલ ભક્તોની શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. કાળી ચૌદસના આ પાવન અવસરે ભક્તોને ધાર્મિક કાર્યક્રમમાં જોડાઈ બાબાના આશીર્વાદ પ્રાપ્ત કરવા આમંત્રણ આપવામાં આવ્યું છે.

