• Latest
  • Trending

અમદાવાદમાં ભારતની ટોપ લાઈન સ્કૂલ્સ સાથે – ૨ દિવસીય પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન

2 months ago

૮ કરોડની લોન ન ભરતાં ફેક્ટરીને સીલ કરાઈ

40 mins ago

અમદાવાદની તક્ષશિલા એર ફ્લેટના ૧૨મા માળે આગ

2 hours ago

અમેરિકામાં પિનલ પટેલની અશ્વેતોએ હત્યા કર્યાના ૧૩ દિવસે સ્વામીનારાયણ સંતોએ અગ્નિદાહ આપ્યો

2 hours ago

૭ ફેબ્રુઆરીથી કોસમોસ ફ્લાવર વેલી ગાર્ડન લોકો માટે ખુલ્લુ મુકાશે

2 hours ago

કિઆરા-સિદ્ધાર્થના લગ્નનું આયોજન સૂર્યગઢ પેલેસમાં કરવામાં આવ્યું

2 hours ago

‘ધ કપિલ શર્મા શો’ છોડવાની અફવા પર આપ્યું રિએક્શન

2 hours ago

રવીન્દ્ર જાડેજા ફિટ NCAમાં ફિટનેસ ટેસ્ટ પાસ કર્યો

2 hours ago

માઈક્રોસોફ્ટ ફાઉન્ડર બિલ ગેટ્‌સનો રોટલી બનાવતો વિડીયો વાયરલ

2 hours ago

અમેરિકાના મોંટાનામાં ચીની સ્પાઈ બલૂન જોવા મળ્યું

2 hours ago

પાકિસ્તાનની ખૈબર પોલીસે રસ્તા પર ઉતરી આઇએસઆઇ વિરુદ્ધ નારા લગાવ્યા

2 hours ago

બ્રિટનમાં સુનક સરકાર સામે ૫ લાખથી વધુ કર્મચારીઓ રસ્તા પર ઉતર્યા

3 hours ago

પાકિસ્તાનમાં સૌથી વધુ મોંઘવારી જોવા મળી

3 hours ago
  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Friday, February 3, 2023
Khabarpatri
ADVERTISEMENT
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
No Result
View All Result
Khabarpatri.com
No Result
View All Result
ADVERTISEMENT

અમદાવાદમાં ભારતની ટોપ લાઈન સ્કૂલ્સ સાથે – ૨ દિવસીય પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન

KhabarPatri News by KhabarPatri News
December 4, 2022
in અમદાવાદ, ગુજરાત, ભણતર નું ચણતર
0
Share on FacebookShare on Twitter

પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન  જે સ્કૂલ એડમિશન માટેનું એક્ઝિબિશન છે. આપણા શહેરમાં ફરી યોજવા જઈ રહ્યું છે. એક્ઝિબિશનમાં આવનાર લોકો માટે સેફટી અને સિક્યુરિટી માટેની તમામ જરૂરિયાતોને ધ્યાનમાં રાખવામાં આવેલ છે. આજની ઝડપથી બદલાતી દુનિયામાં કોઈપણ વર્ગના વાલીઓ કરિયર અંગેના પડકારો અને તેમની પારિવારિક જવાબદારીઓનો સામનો કરતા હોય છે અને તેમાં તેઓની સૌથી મોટી જવાબદારી તેમના બાળકો માટે ખર્ચની પરવા કર્યા વિના પણ યોગ્યતમ સ્કૂલ ની પસંદગી કરવાની હોય છે. તેઓ સમયનો અભાવ અનુભવે છે અને તેથી યોગ્ય માહિતી તેમના બાળકના જીવન માટેના સૌથી મહત્ત્વપૂર્ણ નિર્ણય માટે મળતી નથી.

દર વર્ષની જેમ અમદાવાદમાં પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન દ્વારા ભારતની સૌથી ઉત્તમ ઈન્ટરનેશનલ સ્કૂલ્સ, બોર્ડિંગ સ્કૂલ્સ, અને ડે સ્કૂલ્સ તા. 3 અને 4  ડિસેમ્બર ના રોજ અમદાવાદમાં સિન્ધુભવન હોલ ખાતે યોજાઈ રહ્યું છે. 

તમામ વાલીઓ કે જેઓ માં ‘પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન’ની મુલાકાત લેશે તેઓ સ્કૂલ્સના વડા તથા તેમના પ્રતિનિધિઓ સાથે પ્રત્યક્ષ અને પારદર્શિતાથી વાતચીત કરી શકશે, તેઓ પોતાના કન્સેપ્ટ્‌સ અને આઈડિયાઝ સ્પષ્ટ કરશે, વિશ્વસનીય અને અપડેટેડ માહિતી મેળવી શકશે અને ‘સ્પોટ કાઉન્સેલિંગ’ અને ‘સ્પોટ એડમિશન્સ ઓફર્સ’નો લાભ લઈ શકશે. સ્કુલ્સ કે જે અહીં સામેલ થશે તેઓ તેમની શૈક્ષણિક ઉત્કૃષ્ટતા, પર્ફોર્મન્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ, અભ્યાસની પદ્ધતિ અને ફી માળખા વિશે વાલીઓને જાણકારી આપશે.

 25 થી વધુ નોંધપાત્ર સ્કૂલ્સ ભાગ લેવા જઈ રહી છે જેમાં ડે સ્કૂલમાં અમદાવાદ સાથેના દેહરાદૂન, બેંગલોર,મસૂરી, દિલ્હી, પિલાની, કિશનગઢ, રાજકોટ, ગાંધીનગર, વડોદરા, અને ભારતના બીજા જાણીતા અન્ય ભાગોમાંથી સામેલ થઈ છે. ‘પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન’ ખાતે સામેલ થનારી સ્કૂલ્સ બોર્ડિંગ સુવિધાઓ ધરાવે છે અને આંતરરાષ્ટ્રીય અભ્યાસક્રમ ઓફર કરે છે. આઇબી, કેમ્બ્રિજ, સીબીએસઈ, આઇસીએસઇ અને ગુજરાત બોર્ડમાંથી અલગ અલગ એજ્યુકેશન બોર્ડમાંથી પસંદ કરવા માટે માતા-પિતા પાસે વિશાળ વિકલ્પ હશે.

વેબ બ્રાઉઝર્સ અને સર્ચ એન્જિન્સના યુગમાં, માહિતી માટે દરેક વ્યક્તિગત સર્ચ યોગ્ય હોતું નથી અથવા તો જે માહિતી મળે છે તે પણ હંમેશા વિશ્વસનીય હોતી નથી. દરેક વ્યક્તિ વન સ્ટોપ શોપ ઈચ્છે છે.

 પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન ખાતે વાલીઓ દેશની બેસ્ટ સ્કૂલ્સ વિશેની માહિતી અને નોલેજ મેળવવાની જ તક નહીં મેળવે પણ તેઓ સ્કૂલ્સ ના પ્રતિનિધિઓને વ્યક્તિગત રીતે મળવાની તક પણ મેળવી શકશે. પોતાની જાતે સ્કૂલ્સ પાસેથી વિશ્વસનીય માહિતી મેળવવાની સાથે તેઓ તેમના પ્રશ્નોના જવાબો તરત જ મેળવી શકશે અને તેમની પસંદગીની સ્કૂલ્સમાં સ્પોટ એડમિશન્સની તક મેળવી શકશે. આ એક્ઝિબિશનમાં મળનારા લાભોની આવી લાંબી યાદી છે. વાલીઓ માટે તેમના બાળકના ભવિષ્ય માટે એક સુમાહિતગાર નિર્ણય લઈ શકાય એ માટેની યોગ્ય તક છે.

  આજે બોર્ડિંગ સ્કૂલ્સ શિક્ષણની ઉજળી બાજુ બની રહી છે જેને અગાઉ તેઓ બાળકો માટેની ‘દૂરના અંતરે આવેલી જેલ’ કહેવામાં આવતી હતી. બોર્ડિંગ સ્કૂલ્સ સેલ્ફ રિલાયન્ટ સ્કૂલ્સ હોય છે જેમાં ઝીણવટપૂર્વક શૈક્ષણિક સ્પર્ધા, ઊર્જાયુક્ત અને શાંતિપૂર્ણ વાતા

વરણ સામેલ હોય છે. તે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને રહેણાંક સુવિધા આરોગ્યપ્રદ વાતાવરણ અને કુદરતી સૌંદર્યમાં આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ બોર્ડિંગ સ્કૂલ્સ માં પોતાની સારસંભાળ જાતે લેવાનું શીખે છે અને પોતાના કામોની જવાબદારી સમજતા થાય છે અને એ રીતે વિદ્યાર્થીઓ સેલ્ફ બિલિફ, પુખ્તતા અને આત્મ નિર્ભરતા સાથે  પોતાનો વ્યક્તિગત વિકાસ વધુ સારી રીતે કરી શકે છે. સામાજિક,સાંસ્કૃતિક તેમજ રાષ્ટ્રીય બેકગ્રાઉન્ડસમાં વિવિધતા ધરાવતા વિદ્યાર્થીઓ બોર્ડિંગ સ્કૂલ્સમાં વિદ્યાર્થીઓને વધુ કોસ્મોપોલિટન આઉટલૂક વિકસાવવામાં મદદ કરે છે. સ્પોર્ટસ, એકેડેમિક્સ, એનરિચમેન્ટ, સુવિધા અને સુપરવિઝનમાં ઉત્કૃષ્ટતાના સુવ્યવસ્થિત પેકેજ અગ્રણી બોર્ડિંગ સ્કૂલ્સ દ્વારા ઓફર કરાય છે અને જેના કારણે વાલીઓને ખૂબ ઉમદા વિકલ્પો મળી રહે છે.

આ એક્ઝિબિશનમાં સામેલ સ્કૂલોમાં જે કેટલીક અગ્રણી સ્કૂલ છે જેમકે મસૂરી ઇન્ટરનેશનલ સ્કૂલ ,યુનિસન વર્લ્ડ સ્કૂલ – દેહરાદૂન, તુલાસ ઇન્ટરનેશનલ સ્કૂલ – દેહરાદૂન, જૈન ઇન્ટરનેશનલ રેસિડેન્શિયલ સ્કૂલ-બેંગ્લોર, બિરલા પબ્લિક સ્કૂલ – કિશનગઢ, કાસિગા સ્કૂલ – દેહરાદૂન, રાજકુમાર કોલેજ – રાજકોટ,  ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન- અમદાવાદ, બોડકદેવ સ્કૂલ ફોર ચિલ્ડ્રન – અમદાવાદ, આનંદ ગ્લોબલ સ્કૂલ – અમદાવાદ, સેટેલાઇટ સ્કૂલ ફોર ચિલ્ડ્રન- અમદાવાદ, ઝેબર સ્કૂલ-અમદાવાદ, એશિયા સ્કૂલ – અમદાવાદ, સોમ લલિત સ્કૂલ – અમદાવાદ, કેનાલી સ્કૂલ ફોર ચિલ્ડ્રન  – અમદાવાદ, એચ.બી.કાપડિયા સ્કૂલ – અમદાવાદ, લિટલ માર્વેલ પ્રિ સ્કૂલ – અમદાવાદ, નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલ -વડોદરા ઇત્યાદિ સામેલ છે.

દરેક આવનાર પેરેન્ટ્સ પોતાના બાળકો માટે યોગ્ય શાળા કેવી રીતે પસંદ કરવી તે માટે એક ઈન્ફર્મેટિવ સેમિનાર નું આયોજન કરવામાં આવે છે, જેમાં બોર્ડિંગ સ્કૂલમાં એડમિશન લીધા પછી પોતાના જીવન દરમ્યાન એ કઈ રીતે ઉપયોગી બનશે તેમજ વિવિધ બોર્ડ આઈબી, કેમ્બ્રિજ, આઈસીએસઇ અને સીબીએસઈ ‘. વિશે ચોક્કસ માહિતી પુરી પાડવામાં આવશે.

પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન્સનો વિચાર 19 વર્ષ અગાઉ અમલમાં આવ્યો હતો જેમાં યોગ્ય સ્કૂલની પસંદગીમાં વાલીઓને સહકાર આપવાની વાત હતી. જેથી તેમના બાળકના ભવિષ્યને વધુ સુંદર બનાવી શકાય. અફેર્સ એક્ઝિબિશન્સ એન્ડ મીડિયા પ્રા. લિ.  સ્થાપક અને એમડી સંજીવ બોલિયાએ આઈઆઈપીએસઈ પાછળના વિચાર અંગે કહ્યું હતું, ‘તમારા બાળકને સ્કૂલે મોકલો અને ખાસ કરીને બોર્ડિંગ સ્કૂલમાં મોકલો એ લાગણીની દૃષ્ટિએ મુશ્કેલ નિર્ણય  છે.. અમને આશા છે કે સુંદરતમ ઈન્ડિયન ડે, રેસિડેન્શીઅલ અને ઈન્ટરનેશનલ સ્કૂલ્સ વિશે વાલીઓ જાણકારી મેળવીને તેમનું આ કામ સરળ કરીશું અને એ પણ એક જ છત નીચે.’

આ એક્ઝિબિશન ભારતથી થાઈલેન્ડ, યુએઈ, કતાર, ઓમાન, વેસ્ટ આફ્રિકા, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ અને નેપાળ સાથે ૧૩ શહેરોની મુલાકાત લે છે અને તેનું આયોજન અફેર્સ એક્ઝિબિશન્સ એન્ડ મીડિયા પ્રા. લિ. કે જે એશિયાનું અગ્રણી એજ્યુકેશન ફેર ઓર્ગેનાઈઝર છે તેના દ્વારા થાય છે.

Tags: AhmedabadIndiaPremier Schools ExhibitionTop Lineઅમદાવાદટોપ લાઈનપ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનભારત
ShareTweetShareSendShare
Previous Post

જમર્નીમાં ફસાયેલી ગુજરાતની દીકરી અરિહા શાહની વ્હારે આવ્યા સરકારના તમામ મંત્રાલય...

Next Post

આત્મનિર્ભર ભારત – એક મોટી પહેલ રાષ્ટ્રની સમૃદ્ધિ તરફનું સર્વાંગી પરિવર્તન – લે. જન. અભય ક્રિષ્ના, (નિવૃત્ત)

Related Posts

૮ કરોડની લોન ન ભરતાં ફેક્ટરીને સીલ કરાઈ

by KhabarPatri News
February 3, 2023
0

હારીજ શહેરમાં કોટન ઈન્ડસ્ટ્રીઝના માલીકો દ્વારા અવાર નવાર મોટી લોનો મેળવી નહીં લોન નહીં ભરવાના બનાવો દિવસે દિવસે વધી રહ્યાં...

Read more

અમદાવાદની તક્ષશિલા એર ફ્લેટના ૧૨મા માળે આગ

by KhabarPatri News
February 3, 2023
0

અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા તક્ષશિલા એર ફ્લેટના ૧૨મા માળે વહેલી સવારે આગ લાગી હતી. ફાયરબ્રિગેડની ૧૧ જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે...

Read more

૭ ફેબ્રુઆરીથી કોસમોસ ફ્લાવર વેલી ગાર્ડન લોકો માટે ખુલ્લુ મુકાશે

by KhabarPatri News
February 3, 2023
0

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બગીચા ખાતા દ્વારા નવા નરોડા વિસ્તારમાં ફોર્ચ્યુન સર્કલ નજીક સત્વ ગેલેક્સી ફ્લેટ પાસે ૨૧૦૪૬ ચોરસ મીટરના પ્લોટમાં...

Read more

સાલ સ્કુલ ઑફ આર્કિટેક્ચર દ્વારા ત્રિદિવસીય “ઇન્સિપિએન્ટ’ 23″નો પ્રારંભ

by KhabarPatri News
February 3, 2023
0

અમદાવાદના પ્રખ્યાત સાલ એજ્યુકેશન કેમ્પસના સાલ સ્કુલ ઓફ આર્કિટેક્ચર & સાલ સ્કૂલ ઓફ ઈન્ટીરિયર ડિઝાઇન દ્વારા આર્કિટેક્ચરના એન્યુઅલ એક્ઝિબિશન "ઇન્સિપિએન્ટ'23"નું...

Read more

પીઆરએસઆઈ રાષ્ટ્રીય એવોર્ડથી સમ્માનિત અમદાવાદ ચેપ્ટરના સભ્યોનો એએમએ ખાતે અભિવાદન સમારંભ યોજાયો

by KhabarPatri News
February 3, 2023
0

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) ખાતે પબ્લિક રિલેશન સોસાયટી ઓફ ઇન્ડિયા (પીઆરએસઆઈ) અમદાવાદ ચેપ્ટર દ્વારા તાજેતરમાં પીઆરએસઆઈ દ્વારા જેમનું રાષ્ટ્રીય એવોર્ડ...

Read more
Load More
Next Post

આત્મનિર્ભર ભારત – એક મોટી પહેલ રાષ્ટ્રની સમૃદ્ધિ તરફનું સર્વાંગી પરિવર્તન – લે. જન. અભય ક્રિષ્ના, (નિવૃત્ત)

ભારતમાં દવાઓના વેચાણ પર સરકારનો મહત્ત્વનો ર્નિણય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Currently Playing

Riya Subodh - MTV INTM Season 3 Winner Interview by Khabarpatri

Riya Subodh - MTV INTM Season 3 Winner Interview by Khabarpatri

00:10:03

Interview of Smt Parul Khakhhar by Kavijagat

00:05:58

NewKhabarpatri Exclusive જોબ ટિપ્સ જાણો રીક્રુટર તમારી પ્રોફાઈલ માં શું જોવે છે YouTube 360p

00:04:11

Kal ne kanto hato.......

00:02:41

Pages

  • About Us
  • Contact
  • DISCLAIMER
  • Give Ad
  • I am also Khabarpatri !!
  • Join us on WhatsApp
  • Khabarpatri
  • Our Team
  • Partnership
  • Terms and Conditions

Weather

Ad

ADVERTISEMENT
  • Setup menu at Appearance » Menus and assign menu to Footer Navigation
Call us: +91 99251 19651

© 2015-2022 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri

No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય

© 2015-2022 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri

Login to your account below

Forgotten Password?

Fill the forms bellow to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In