હોળી પરનાં આર્ટીકલ વાંચો એટલે તમને અમુક વાતો કોમન જોવા મળશે. જેમકે, ભક્ત પ્રહલાદ અને હોળીકાની હિસ્ટ્રી, વિવિધ પ્રાંતની પરંપરાઓ, ધાર્મિક મહત્વ…વગેરે…વગેરે…આ બધુ આપણી સંસ્કૃતિ માટે જરૂરી છે. આપણી નવી પેઢીને જણાવુ પણ જરૂરી છે, પરંતુ પુસ્તકીયા જ્ઞાનથી બહાર સમય સાથે બદલાતા ટ્રેન્ડ પર પણ નજર નાખવી જોઈએ.
- આજે ગુજરાતમાં તો હોળી ક્લબ- રીસોર્ટમાં રેઈન ડાન્સ દ્વારા પણ એન્જોય થાય છે.
- આજે હોળીમાં દરેક સોસાયટી કે ટાઉનશીપવાળા ભેગા થઈને જમણવાર કરે છે.
- આજે કિટ્ટીપાર્ટીમાં તીલક હોલી સેલિબ્રેશન થાય છે.
- આજે હોળી એટલે એક દિવસ અગાઉ ઓફિસમાં થતું ગુલાલ ટીકાનું સેલિબ્રેશન.
- આજે હોળી એટલે કવિતાઓનાં શોખીનોની કવિતા સંમેલનની મહેફિલો.
- આજે હોળી એટલે સાંજે રીમોટ લઈને સોફા પર બેઠા બેઠા ટીવી સિરિયલોનાં કલાકારનો જલસો જોવાની યોજના.
- આજે હોળી એટલે મહેમાનો સાથે ઠંડાઈ અને બચ્ચનનું રંગ બરસે સાંભળવાની મજા.
- આજે હોળી એટલે વોટર ટેન્કર મંગાવીને હની સિંગ, બાદશાહ અને રફતારનાં ગીતો પર ડીજે.
- આજે હોળી એટલે મોટા મોટા સ્વીટમાર્ટમાં મીઠાઈ અને ગુજીયાનાં બોર્ડ.
- વ્રજમાં આજે પણ હોળી એટલે કૃષ્ણલીલાનાં રંગારંગ કાર્યક્રમ.
- બરસાનામાં હોળી એટલે લઠમાર હોળીનો આનંદ
- આજે હોળી એટલે સ્કૂલ, કોલેજમાં રજા અને છાપાની બીજા દિવસ સુધીની રાહ જોવાની સજા.
૨૦૧૯માં આજની તારીખે હોળી કંઈક આવી હોય છે. આપણી પછીની જનરેશનને પણ ખબર પડે કે સમય સાથે હોળીની ઉજવણી કંઈક આ રીતે થતી હતી.