ભારતમાં પણ ડ્રગ્સનો ધંધો વધી રહ્યો છે. તેનું એક મુખ્ય કારણ ભારતની ડ્રગ્સના મોટા ઉત્પાદક દેશોની સાથે સરહદ લાગવી છે. ભારત દુનિયામાં બે મુખ્ય ગેરકાયદેસર અફીણ ઉત્પાદન ક્ષેત્ર- પશ્ચિમમાં ગોલ્ડન ક્રીસેન્ટ અને પૂર્વમાં ગોલ્ડન ટ્રાએંગલના મધ્યમાં સ્થિત છે. ગોલ્ડ ક્રીસેન્ટ ક્ષેત્રમાં અફઘાનિસ્તાન, ઈરાન અને પાકિસ્તાન દેશ સામેલ છે. તો ગોલ્ડન ટ્રાએંગલમાં ભારતના પૂર્વમાં સ્થિત દેશ મ્યાનમાર, લાઓસ અને થાઈલેન્ડ સામેલ છે.
ભારતની આ પાડોશી દેશો સાથે સરહદ લાગે છે. રૂક તથા મેકાંગ નદીઓના સંગમ પર સ્થિત આ દેશોની સરહદો જ્યાં લાગે છે, તે ક્ષેત્રને સ્વર્ણિમ ત્રિભુજ કે ગોલ્ડન ટ્રાએંગલ કહેવામાં આવે છે. ભારતના આ તમામ પાડોશી દેશ મોટી માત્રામાં ડ્રગ્સનું ઉત્પાદન કરે છે. ડ્રગ્સ માટે ભાજપ ન માત્ર ટ્રેડ રૂટ છે, પરંતુ એક મોટુ બજાર પણ બની ચુક્યું છે. સામાજિક ન્યાય અને આધિકારિતા મંત્રાલય દ્વારા વર્ષ ૨૦૧૯માં ઇમ્સ દ્વારા કરાવેલા સર્વેમાં સામે આવ્યું કે દેશની ૧૦થી ૭૫ વર્ષ વચ્ચેની ૨.૮ ટકા વસ્સી ભાંગના છોડનો કોઈને કોઈ રીતે ઉપયોગ કરે છે. દેશના પુરૂષોમાં તેના પ્રચલનને અલગ-અલગ જોવામાં આવે તો પુરૂષોમાં ૫ ટકા અને મહિલાઓમાં ૦.૬ ટકા તેનું સેવન કરે છે. આ પેટર્ન ભારતમાં પણ જોવા મળે છે. નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોના ૨૦૨૦ના વાર્ષિક રિપોર્ટ અનુસાર ભારતમાં સૌથી વધુ માત્રામાં જપ્ત થતું ડ્રગ્સ ગાંજો છે. સાથે ભારત સૌથી વધુ ગાંજાનું સેવન કરતા દેશમાં પણ સામેલ છે. ભારતમાં છેલ્લા ચાર વર્ષમાં લગભગ ૭ લાખ કિલો ગાંજો જપ્ત કરવામાં આવી ચુક્યો છે. જે અન્ય પદાર્થની તુલનામાં ખુબ વધુ છે. માત્ર ૨૦૨૧ની વાત કરીએ તો દેશમાં ૫૮ હજાર કિલો ગાંજો જપ્ત થયો તો, જે બધા જપ્ત કરવામાં આવેલા ડ્રગ્સમાં ૯૫ ટકા છે.ડ્રગ્સના દુરૂપયોગ અને ગેરકાયદેસર તસ્કરી વિરુદ્ધ જાગરૂત કરવા માટે દર વર્ષે ૨૬ જૂને ‘International Day Against Drug Abuse and Illicit Trafficking’ મનાવવામાં આવે છે.
દર વર્ષે દુનિયાભરમાં ગેરકાયદેસર ડ્રગ્સના ઉપયોગ અને વેપાર બંનેમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. વર્લ્ડ ડ્રગ્સ રિપોર્ટ ૨૦૨૦ અનુસાર ૨૦૧૮માં દુનિયાભરમાં ૧૫થી ૬૪ વર્ષ ઉંમર વર્ગમાં ૨૬.૯ કરોડ લોકો ડ્રગ્સનો શિકાર થયા હતા. આ આંકડો દુનિયાના આ ઉંમર વર્ગની કુલ જનસંખ્યાના ૫.૪ ટકા છે. રિપોર્ટનું કહેવું છે કે ૨૦૩૦ સુધી આ જનસંખ્યામાં લગભગ ૧૧ ટકા વધારો થશે અને આ સંખ્યા ૨૯.૯ કરોડ થઈ જશે. દુનિયાભરમાં ગાંજો સૌથી વધુ ઉપયોગ થનાર ડ્રગ્સ છે. વર્લ્ડ ડ્રગ રિપોર્ટ ૨૦૨૦ અનુસાર ૨૦૧૯માં દુનિયાભરમાં ગાંજાનું સેવન કરનાર ૧૫થી ૬૪ ઉંમર વર્ગના આશરે ૨૦ કરોડ છે, જે આ ઉંમર વર્ગમાં (૧૫-૬૪) દુનિયાની ૪ ટકા વસ્તીથી વધુ છે. વર્લ્ડ ડ્રગ રિપોર્ટ ૨૦૨૦ અનુસાર ૨૦૧૦થી ૨૦૧૯ વચ્ચે ગાંજાનો ઉપયોગ કરનાર લોકોમાં ૧૮ ટકાની વૃદ્ધિ થઈ. તે દર્શાવે છે કે ૭૭ દેશોમાં ગાંજાનું સેવન ૪૨ ટકા વધી ગયું છે. પરંતુ સ્વાસ્થ્યને સૌથી વધુ નુકસાન પહોંચાડનાર ડ્રગ્સમાં તેનું નામ નથી. દુનિયામાં સૌથી વધુ હાનિકારક ડ્રગ ઓપિઓઇડ એટલે કે અફીણ છે. તેના ખુબ ઘાતક પરિણામ આવી શકે છે. અફીણનો ઉપયોગ કરનાર ૫૮ ટકા લોકો એશિયામાં રહે છે.