ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી. ભૂપેન્દ્ર પટેલે, નાબાર્ડ દ્વારા રાજ્યના 33 જિલ્લાઓ માટે મૂલ્યાંકન કરાયેલ એકંદર વાર્ષિક ધિરાણ સંભવિતતા દર્શાવતુ સ્ટેટ ફોકસ પેપર 2023-24 નું વિમોચન કર્યું. તારીખ 19 જાન્યુઆરી 2023 ના રોજ નર્મદા હોલ, સ્વર્ણિમ સંકુલ I, સચિવાલય, ગાંધીનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં શ્રી કનુભાઈ દેસાઇ, માનનીય નાણાં મંત્રી, ગુજરાત સરકાર, શ્રી બચુંભાઈ ખાબડ, માનનીય રાજ્ય કૃષિ મંત્રી, ગુજરાત સરકાર, શ્રી જગદીશ વિશ્વકર્મા માનનીય રાજ્ય સહકાર મંત્રી, ગુજરાત સરકા, શ્રી પંકજ કુમાર, IAS, મુખ્ય સચિવ, ગુજરાત સરકાર, શ્રી રાજકુમાર, IAS, અધિક મુખ્ય સચિવ, ગૃહ વિભાગ, ગુજરાત સરકાર, શ્રી મુકેશ પૂરી, IAS, અધિક મુખ્ય સચિવ, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર, શ્રી સુરેનદર રાણા, મુખ્ય મહાપ્રબંધક, ભારતીય સ્ટેટ બેન્ક તથા ડો. જ્ઞાનેન્દ્ર મણિ, મુખ્ય મહાપ્રબંધક, નાબાર્ડ, ગુજરાત ક્ષેત્રીય કાર્યાલય એ હાજરી આપી હતી. તદઉપરાંત, આ કાર્યક્રમમાં વરિષ્ઠ સરકારી અધિકારીઓ, વરિષ્ઠ બેંકર્સ અને બિન સરકારી સંગઠનના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
નાબાર્ડ દ્વારા રાજ્ય સરકારના વિભાગો, બેંકો તથા અન્ય હિસ્સેદારો સાથે પરામર્શ કરીને તૈયાર કરાયેલ સ્ટેટ ફોકસ પેપર, બેંકો દ્વારા તૈયાર કરવામાં આવતા વાર્ષિક ક્રેડિટ પ્લાન માટેનો આધાર બને છે. આ દસ્તાવેજ ઓળખ કરેલ ” પ્રાધાન્ય ક્ષેત્રો” ની હાલની ધિરાણ-પ્રાપ્તિ ક્ષમતા તથા યોગ્ય ભાગીદારી અને નીતિ દરમિયાનગીરીઓ દ્વારા તેને વધારી શકાય તેવી બાબતો ને પણ ધ્યાનમાં લે છે.
નાબાર્ડ દ્વારા પ્રાધાન્ય-ક્ષેત્રે વર્ષ 2023-24 માટે ગુજરાત રાજ્યની અંદાજિત ધિરાણ સંભવિતતા રૂ.2.98 લાખ કરોડની છે. જેમાંથી, કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો રૂ. 1.28 લાખ કરોડ (43%), એમ.એસ.એમ.ઈ. ક્ષેત્રે રૂ. 1.41 લાખ કરોડ (47%) અને અન્ય અગ્રિમ ક્ષેત્રો રૂ. 0.29 લાખ કરોડ (10%) નો હિસ્સો ધરાવે છે.
માનનીય મુખ્યમંત્રીએ, ગુજરાત સ્ટેટ ફોકસ પેપર 2023-24 નું વિમોચન કરતી વખતે રાજ્યમાં પ્રાધાન્ય-ક્ષેત્ર ધિરાણના વિકાસને સક્ષમ કરવાના વિચારને સમર્પિત સારી રીતે સંશોધન કરેલ દસ્તાવેજ તૈયાર કરવાના નાબાર્ડના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે ઉલ્લેખ કર્યો કે સરકાર સમાજના સૌથી ગરીબ લોકો સુધી પહોંચવા અને તેમને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે અવિરતપણે કામ કરી રહી છે. તેમણે બેંકરોને રાજ્યના મત્સ્યોદ્યોગ અને પશુપાલન સાથે સંકળાયેલા ખેડૂતોને ધિરાણની સુવિધા પૂરી પાડવાનું આહ્વાન કર્યું હતું. તેમણે બેંકરોને ખાતરી આપી હતી કે આ શ્રેણીનાં ખેડૂતોને કોલેટેરલ સંબંધી તમામ સમસ્યાઓનાં ઉકેલ માટે તેઓ રાજ્ય સરકાર સાથે પરામર્શ કરી શકે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે સરકાર, બેંકો અને અન્ય હિતધારકોના સંયુક્ત પ્રયાસોથી માનનીય પ્રધાનમંત્રીશ્રીની “અમૃત કાલ” માટેનાં નિર્ધારિત લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં રાજ્યને મદદ કરશે.
ડો. જ્ઞાનેન્દ્ર મણિ, મુખ્ય મહાપ્રબંધક, ગુજરાત પ્રાદેશિક કાર્યાલય, નાબાર્ડએ આ પ્રસંગે રાજ્ય સરકારના વિકાસલક્ષી અભિગમની પ્રશંસા કરતાં ગુજરાતનને “રાષ્ટ્રનું ગ્રોથ એન્જિન” ગણાવ્યું હતું. આ સંદર્ભમાં તેમણે સમગ્ર દિવસ સૌર ઉર્જાથી સંચાલિત મોઢેરાને દેશનું પ્રથમ ગામ બનાવવાનાં ગુજરાત સરકારનાં પ્રયાસનો ઉલ્લેખ હતો. તેમણે જણાવ્યું કર્યું હતું કે નાબાર્ડ ગુજરાત પ્રાદેશિક કાર્યાલયે ગુજરાત રાજ્ય સહકારી બેંક સાથેની ભાગીદારીમાં “મોડલ કોઓપરેટિવ વિલેજ (MCV) પ્રોજેક્ટ”નો વિચાર આગળ ધપાવ્યો છે. શ્રી અમિત શાહ, માનનીય, સહકાર મંત્રી દ્વારા, 10 એપ્રિલ 2022 ના રોજ આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો, જેનો ઉદ્દેશ્ય તકનીકી, નાણાકીય અને આવા અન્ય પગલાં દ્વારા સહકારી સંસ્થાઓની સદ્ધરતામાં સુધારો કરવાનો છે. તેમણે રાજ્ય સરકારને તેમના વિવિધ વિભાગોને MCV પ્રોજેક્ટ માટે પસંદ કરાયેલા 6 ગામોને દત્તક લેવા અને આ ગામોમાં તેમના વિવિધ હસ્તક્ષેપનો લાભ લેવા માટે સલાહ આપવા જણાવ્યું હતું. તેમણે ફાર્મ સેક્ટરમાં FPO અને નોન-ફાર્મ સેક્ટરમાં OFPO જેવા અન્ય સમૂહોના નિર્માણ માટેના નક્કર પ્રયાસો પર ભાર મૂક્યો હતો. આ સમૂહો નાના તથા સીમાંત ખેડૂતો, વણકરો, કારીગરો, વગેરેને તેમના ઉત્પાદો માટે વધુ સારી કિંમતની શોધનો લાભ મેળવવામાં મદદ કરે છે. તેમણે નાબાર્ડના કૌશલ્ય વિકાસ ક્ષેત્રે કરેલા કર્યો વિશે પણ વાત કરી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કૃષિમાં વેલ્યુ-ચેઈન ધિરાણ, બેંકો અને રાજ્ય સરકાર તરફથી આર્થિક ક્લસ્ટરોને પ્રોત્સાહન વગેરે તરફ યોગ્ય સમર્થન, સમાવેશી વિકાસ તેમજ કૃષિ-ધિરાણની આગેવાની હેઠળના ગ્રામીણ રોકાણના વિસ્તરણને સક્ષમ બનાવશે
આ પ્રસંગે બોલતા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ચીફ જનરલ મેનેજર શ્રી સુરેન્દ્ર રાણાએ મૂલ્યવાન દસ્તાવેજ બહાર લાવવા અને કૃષિ ધિરાણને નવા આયામો આપવાના નાબાર્ડના પ્રયાસોની પ્રશંસા કરી હતી.