પર્યટન મંત્રાલયે દેશના 12 કલસ્ટરોમાં સ્થિત 17 સ્થળોની ઓળખ કરી છે, જેને આઇકોન પર્યટન સ્થળ વિકાસ અંતર્ગત વિકસિત કરવામાં આવશે. જેની જાહેરાત 2018-19ના બજેટમાં કરવામાં આવી હતી.
આ 17 સ્થળોમાં ગુજરાતના સોમનાથ અને ધોળાવીરાનો સમાવેશ કરવામાં આવ્યો છે, આ ઉપરાંત ઉત્તર પ્રદેશના તાજમહેલ અ ફતેપુર સીકરી, મહારાષ્ટ્રના અજંતા અને ઇલોરા, દિલ્હીના હૂમાયૂનો મકબરો, લાલ કિલ્લો ને કુતુંબ મિનાર, ગોવાના કોલ્વા બીચ, રાજસ્થાનના આમેર કિલ્લો, મધ્ય પ્રદેશના ખજુરાહો, કર્ણાટકના હમ્પી, તામિલનાડુના મહાબલીપુરમ, અસમના કુમારકોમ અને બિહારના મહાબોધિના સ્થળોનો સમાવેશ થાય છે.
મંત્રાલય સમગ્રતાની સાથે આ સ્થળોને વિકસિત કરશે, જેમાં ગંતવ્ય સ્થળ કનેક્ટિવિટી, સ્થલ પર પર્યટકો માટે ઉત્તમ સુવિધાઓ-અનુભવ, કૌશલ્ય વિકાસ, સ્થાનીય સમુદાયોને જોડવા, પ્રચાર અને બ્રાંડ બનાવવી, વ્યક્તિગત રોકાણ આકર્ષિત કરવા જેવી બાબતો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.
ઉપરોક્ત યોજનાના સ્મારક સ્થળ, ભારતીય પુરાતત્વ વિભાગ અ રાજ્ય પુરાતત્વ વિભગોના ક્ષેત્રઅધિકારમાં આવે થે. મંત્રાલય એએસઆઇ અને રાજ્ય સરકારના સહયોગથી તમામ ગતિવિધિયો સંચાલિત કરશે. વિકાસ કાર્યોમાં સ્મારકોની સ્વચ્છતા, પર્યાવરણ અનુકૂળ તકનીકનો ઉપયોગ, પર્યટકોની વિશેષ સુવિધા સહિત વિશેષ ધ્યાન આપવામાં આવશે.