ગાંધીનગર : ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનુ આજે સવારે પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ પરિણામને લઇને ભારે ઉત્સુકતા માત્ર વિદ્યાર્થીઓમાં જ નહી બલ્કે તેમના માતાપિતામાં પણ જાવા મળી હતી. સવારે આઠ વાગે પરિણામ બોર્ડની વેબસાઇટ પર મુકવામાં આવે તે પહેલા જ જ ઉત્સુકતા વધી ગઇ હતી. બોર્ડ દ્વારા સવારે આઠ વાગે પરિણામ તેની વેબસાઇટ પર મુકી દેવામાં આવ્યુ હતુ. પરિણામના દિવસે જ વિદ્યાર્થીઓને માર્કશીટ અને પ્રમાણપત્ર મળી જાય તેવી વ્યવસ્થા બોર્ડ દ્વારા કરવામાં આવી રહી છે. આ વખતે પણ હમેંશાની જેમ જ કેટલાક વિદ્યાર્થીઓના પરિણામ રિઝર્વ રાખવામાં આવ્યા છે.
તમામ પાસા પર તપાસ કરવામાં આવ્યા બાદ તેમના પરિણામ અંગે નિર્ણય કરાશે. પરીક્ષા દરમિયાન ૨૭૩૦ કેસ ગેરરીતિના નોંધાયા હતા. આ વખતે ૧૦૦ ટકા પરિણામ ધરાવતી સ્કુલોની સંખ્યા ૨૨૨ થઇ છે. જે ગયા વખતે ૨૦૬ હતી. આ વખતે આવી સ્કુલોની સંખ્યામાં ઉલ્લેખનીય વધારો થતા તંત્રને પણ કેટલાક અંશે રાહત થઇ છે. ૨૭૩૦ ગેરરીતિના કેસ નોંધાયા