આજે ધોરણ ૧૨ સાયન્સનું પરિણામ આવી ગયું છે. વિદ્યાર્થિની કારકિર્દી ઘડતરમાં જાહેર પરીક્ષાઓ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. અહિં ૧૨ વિજ્ઞાન પ્રવાહના પરિણામના મુખ્યઅંશો રજૂ કર્યા છે.
મુખ્યઅંશોઃ
- ચાલુ વર્ષે પાંચ નવા વિજ્ઞાન પ્રવાહના કેન્દ્રો આપવામાં આવેલા હતા.
- વર્ષ ૨૦૧૮નું પરિણામ ૭૨.૯૯% જે ગયા વર્ષે ૮૧.૮૯% રહ્યું હતું.
- ૮૪,૧૩૦ વિદ્યાર્થી અને ૫૦,૩૦૯ વિદ્યાર્થીઓ એટલે કે કુલ ૧,૩૪,૪૩૯ પરિક્ષા માટે ઉમેદવારી નોંધાવી હતી.
- જેમાંથી ૧,૩૪,૩૫૨ ઉમેદવારોએ પરિક્ષા આપી હતી.
- આ વર્ષે સૌથી વધુ પરિણામ ધરાવતુ કેન્દ્ર ૯૫.૬૫% સાથે ઘ્રોલ રહ્યું છે, જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવનાર કેન્દ્ર ૨૭.૬૧% સાથે બોડેલી છે.
- સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો રાજકોટ છે. જ્યાં ૮૫.૦૩% વિદ્યાર્થીઓ પાસ થયા છે.
- સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો ૩૫.૬૪% સાથે છોટા ઉદેપુર રહ્યો છે.
- આ વર્ષે સો ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા ૪૨ છે.
- ૧૦ ટકા કરતાં ઓછું ધરાવતી શાળાઓની સંખ્યા ૨૬ છે.
- અંગ્રેજી માધ્યમના પરિણામની ટકાવારી ૭૨.૪૫% રહી છે.
- ગેરરીતિના ૧૨૦ કેસ નોંધાયા છે.