હોસ્પિટલમાં ફરજ પર હાજર દર્દીએ દેવરાજને મૃત જાહેર કરતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું છેલ્લા ઘણાં સમયથી હાર્ટ એટેકને કારણે મૃત્યુના બનાવોનું પ્રમાણ વધી ગયું છે. ત્યારે હાર્ટ એટેકમાં કેટલાય પરિવારજનો દ્વારા પોતાનાં સ્વજનો ગુમાવ્યા છે.
રાજકોટમાં પણ 11 વર્ષનાં બાળકનું હ્રદય રોગનાં હુમલાથી મૃત્યું થયું હતું. બાળક અચાનક ઢળી પડતા પરિવારજનો દ્વારા બાળકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હોસ્પિટલમાં ફરજ પરનાં તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો. રાજકોટ શહેરનાં ગોંડલ રોડ પાસે વિજય પ્લોટમાં રહેતા દેવરાજ કનકભાઈ કારેલિયા ઉ.વર્ષ. 11 સવારે પોતાનાં ઘર બહાર અન્ય બાળકો સાથે બેઠો હતો. તે દરમ્યાન અચાનક જ દેવરાજ જમીન પર ઢળી પડ્યો હતો. ત્યાર બાદ દેવરાજનાં પિતાએ હાર્ટ પમ્પિંગ પણ કર્યું હતું. જે બાદ આ અંગેની જાણ પરિવારજનોને થતા પરિવારજનો દ્વારા દેવરાજને તાત્કાલીક હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં ફરજ પર હાજર દર્દીએ દેવરાજને મૃત જાહેર કરતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું.
મળતી માહિતી મુજબ કનકભાઈ કારેલિયાને સંતાનમાં બે પુત્ર છે. જેમાં દેવરાજ મોટો હતો. તેમજ ધો. 6માં ઈગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણતો હતો. ત્યારે પિતા દ્વારા પુત્રને બચાવવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જે બાદ દેવરાજને બેભાન અવસ્થામાં જ વધુ સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તેને બચાવવા માટે ડોક્ટર દ્વારા અથાગ પ્રયત્ન કરવામાં આવ્યા હતા. જે બાદ હોસ્પિટલનાં તબીબ દ્વારા દેવરાજનું હાર્ટ એટેકથી મૃત્યું થયું હોવાનું જણાવ્યું હતું. 1 મહિના પહેલા આ લક્ષણો દેખાય છે હાર્ટ અટેક સંબંધિત કરવામાં આવેલી સ્ટડીમાં એવુ પણ જાણવા મળ્યુ છે કે, એક મહિના પહેલા વ્યક્તિને ઉંઘ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. અને આ શરૂઆતી લક્ષણ પુરુષો કરતાં સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. સ્ટડી મુજબ 50 ટકા મહિલાઓ હાર્ટ એટેક પહેલા ઊંઘ સંબંધિત સમસ્યાથી પીડાતી હતી. આ સમષ્યા 32 ટકા પુરુષોમાં જોવા મળી હતી.છાતીમાં દુખાવો થવુ એ હાર્ટ એટેકનું સૌથી સામાન્ય લક્ષણ છે. જે લક્ષણ પુરુષો અને સ્ત્રીઓમાં સમાન જોવા મળે છે. સ્ટડીમાં સામેલ 93 ટકા પુરુષો અને 94 ટકા સ્ત્રીઓમાં આ લક્ષણ જોવા મળ્યુ હતુ.